રામોલમાં પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાનો આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રામોલમાં પરિણીતાએ સાસુ અને તેના પતિના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે પતિ સુનિલ પટણી અને સાસુ ચંપાબેન વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાલના શિવમ્ આવાસ યોજનામાં રહેતા અમથાભાઈ પટણીએ તેમની સેજલ નામની દીકરીનાં લગ્ન 2019માં મેમ્કો બ્રિજ પાસે રહેતા સુનીલ પટણી સાથે કરાવ્યાં હતાં. 15 દિવસ પહેલા પતિ સુનીલ પટણીએ ચોરી કરી હોય જેથી તેની પત્ની સેજલે તેને ઠપકો આપ્યો હતો, જેથી સુનીલ ઉશ્કેરાઈને સેજલને માર મારી પિયરમાં મૂકી ગયો હતો.આ વાતનું લાગી આવતા સેજલે મંગળવારે ફાંસો ખાધો હતો.

અન્ય સમાચારો પણ છે...