વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાઈ ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ
અમદાવાદ : વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ(વીજીઈસી)ના યજમાનપદે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના સેન્ટ્રલ ટેકફેસ્ટ 8મીથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વીજીઈસી સ્ટુડન્ટસ દ્વારા હાલ સ્વચ્છતા અભિયાન અને ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ કોલેજ કેમ્પસ ખાતે યોજી હતી.ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવમાં વિદ્યાર્થીઓએ કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું કઈ રીતે પાલન કરવુ અને ખાસ કરીને હેલ્મેટ પહેરવુ શા માટે જરૂરી છે જેવા ટ્રાફિકના વિવિધ નિયમો વિદ્યાર્થીઓને શીખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની સાથે જાતે ટ્રાફિક પોલીસની ભૂમિકા ભજવીને વીજીઈસી પાસે ટ્રાફિક મેનેજ કર્યો હતો.વિદ્યાર્થીઓએ રાહદારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો મેસેજ આપ્યો હતો.