આજનો ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુડોકુ-2045

ખાનાઓમાં એકથી નવના આંક એ રીતે ગોઠવાયેલા છે કે ઊભી, આડી રોમાં એક આંક એક જ વાર આવે. તે જ રીતે દરેક કોર્નરમાં નવના ચોકઠામાં પણ એકથી નવના આંક એક એકવાર જ આવવા જોઈએ. નમૂના માટે કેટલાક આંક મૂકાયા છે. ખાલી ખાનાં હવે તમે તર્ક લગાડીને ભરી કાઢો.

સુડોકુ-2044નો જવાબ

સુન્દરમ

‘તને મેં ઝંખી છે, યુગોથી દીઠેલા પ્રખર સહરાની તરસથી’ જેવા અમર ગુજરાતી પ્રણય કાવ્યના કવિ અને વિશ્વ સાહિત્યમાં બિરાજે તેવી ‘ખોલકી’ વાર્તાના સર્જક સુન્દરમ અને ક્રાંતિકાર સૂર્યસેનનો આજે જન્મ દિવસ છે. સુન્દરમનું મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર અને જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મીયામાંતર ગામે. પ્રારંભિક શિક્ષણ મીયામાંતર,આમોદમાં લઇ ગુજરાત વિદ્યાપીઠથી સ્નાતક થયા હતા.ભાષાવિશારદ પણ થયા અને સોનગઢમાં અધ્યાપન શરૂ કર્યું. સુંદરમ્્ની પછીની પ્રવૃત્તિઓ અમદાવાદ જ્યોતિસંઘ અને અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં રહી હતી.તેમના વ્યક્તિત્વ અને સર્જન પર ગાંધી અને અરવિંદનો ઘેરો પ્રભાવ હતો. કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો, કાવ્યમંગલા, વસુધા, યાત્રા અને રંગ-રંગ વાદળિયા તેમના કાવ્ય ગ્રંથો અને હીરાકણી અને બીજી વાતો, પિયાસી તથા ઉન્નયન તેમનાં જાણીતા વાર્તાસંગ્રહો છે. સુન્દરમે વાસંતી પૂર્ણિમા, ચિદબરા, પાવકને પંથે, દક્ષિણાયન, અવલોકન, સાહિત્ય ચિંતન, સમર્ચના અને શ્રી અરવિંદ મહાયોગી જેવા નાટક, અંજલિ, પ્રવાસ અને ચરિત્ર ગ્રંથો પણ લખ્યા છે. 13 જાન્યુઆરી 1991ના રોજ તેમનું અવસાન થયું.
અન્ય સમાચારો પણ છે...