તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે 25 કિમીની ઝડપે પવન ફૂંકાશે, ત્રણ દિવસ ઠંડી વધશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેની અસરોથી મંગળવારે રાજ્યમાં 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેમજ બુધવારથી શુક્રવાર દરમિયાન ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. જો કે, આગામી 24 કલાક શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે.

સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16.0 ડિગ્રી નોંધાયંુ હતું. મંગળવારે 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, જેથી મહત્તમ-લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધી શકે છે. સોમવારે રાજ્યનાં 12થી વધુ શહેરમાં ગરમીનો પારો 32 ડિગ્રીથી વધુ નોંધાતા ગરમીનાં પ્રમાણમાં વધારો થયો હતો. બુધવારથી શુક્રવાર દરમિયાન ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે, જે આ સિઝનની ઠંડીનો છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો