તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Today The Wind Will Be At A Speed Of 10 To 17 Km Which Is Best For Kite 020129

આજે 10થી 17 કિમીની ઝડપે પવન રહેશે જે પતંગ માટે શ્રેષ્ઠ કહેવાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણને દિવસે 9થી 17 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે પતંગરસિયાઓને પતંગબાજીની મોજ કરાવશે. 10 કિ.મી.થી વધુ ઝડપનો પવન પતંગબાજી માટે શ્રેષ્ઠ મનાય છે. ઉત્તરાયણને દિવસે સવારનાં 8થી સાંજનાં 4 કલાક દરમિયાન પવનની ગતિ 10થી 17 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ખાસ કરીને સવારનાં 10થી બપોરનાં 3 કલાક દરમિયાન પવનની ગતિ 12થી 17 કિ.મી.ની રહેવાની શક્યતા હોવાથી પતંગરસિયાને ઠુમકા મારીને દુખાડવા પડશે નહિ, તેમ હવામાન નિષ્ણાત જણાવી રહ્યાં છે.

હવામાન શાસ્ત્રી અંકિત પટેલ જણાવે છે કે, આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પવનની ગતિ 9થી 15 કિ.મીની ઝડપે રહેવાની હોવાથી રસિયાઓને ઠુમકા મારવા પડશે નહિ. 10થી 14 કિ.મી.ની ઝડપનો પવન પતંગબાજી માટે શ્રેષ્ઠ કહેવાય. પરંતુ, 14 કિ.મી.થી પવનની ગતિ હોય સામાન્ય કરતાં વધુ ગણાય. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બંને દિવસે પવનની ગતિ 8થી 15 કિ.મીની વચ્ચે રહેવાની શક્યતા છે. ઉત્તરાયણે આકાશ સ્વચ્છ રહેશે, પણ વાસી ઉત્તરાયણે સાંજ પડતાં વાદળિયા વાતાવરણથી પવન પડી જવાની શક્યતા છે. ત્રણ વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્તરાયણ પર પવન માફકસરનો રહેવાની પૂરે પૂરી શક્યતા છે.

અાજે પવનની દિશા અને ગતિ
મહત્તમ તાપમાન 27/280
સમય પવનની ઝડપ દિશા

6થી 7 8/9 કિ.મી. ઉત્તર-પૂર્વ

7થી 8 9/11 કિ.મી. ઉત્તર-પૂર્વ

8થી 9 11/13 કિ.મી. ઉત્તર-પૂર્વ

9થી 10 13/16 કિ.મી. ઉત્તર-પૂર્વ

10થી 11 15/17 કિ.મી. પૂર્વ -ઉત્તર-પૂર્વ

11થી 12 16/17 કિ.મી. પૂર્વ - ઉત્તર- ઉત્તર

12થી 1 17 કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ

1થી 2 15/17 કિ.મી.. પૂર્વ- ઉત્તર-પૂર્વ

2થી 3 14/16 કિ.મી. ઉત્તર-પૂર્વ

3થી 4 12/14 કિ.મી. ઉત્તર-પૂર્વ

4થી 5 10/12 કિ.મી. ઉત્તર-પૂર્વ

5થી 6 8/10 કિ.મી. પૂર્વ ઉત્તર-પૂર્વ

6થી 7 5/8 કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ

દર ત્રણ કલાકે પવનની ઝડપ
સમય દર ત્રણ કલાક પવનની ઝડપ (પ્રતિ કલાક)

સવારે 6 થી 9 8થી 13 કિ.મી.

9 થી 12 13 to 17 કિ.મી.

બપોરે 12 થી 3 13 to 17 કિ.મી.

સાંજે 3થી 6 8 to 14 કિ.મી.

અગાસી ભાડે આપવા ખાસ પેકેજ ઓફર કરાયા
ઉત્તરાયણ પર અમદાવાદનો પોળ વિસ્તાર દરેક લોકોેની મનપસંદ જગ્યા છે. આ વર્ષે ધાબા ભાડે આપવા સાથે પેકેજમાં દિવસ દરમિયાન નાસ્તો, જમવાનું અને પતંગ, દોરીનો સમાવેશ થાય છે.

લઘુતમ તાપમાન 12/130
લિજ્જતની જલેબી અને દાસનું ઉંધિયું, અન્ય 15 સેમ્પલ લેવાયા
અમદાવાદ | મ્યુનિ. હેલ્થ વિભાગે ઉત્તરાયણના આગલા દિવસે નહેરુનગર, વજેલપુર, દરિયાપુર, નરોડા, મણિનગર, પાલડી સહિત 17 એકમોમાંથી ઉંધિયા-જલેબી, ગાંઠિયા, ચિક્કી, માવા ચિક્કી, કચરીયું, ઘી મળી 17 ચીજવસ્તુના નમૂના લીધા હતા. આ ઉપરાંત 21 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ દુકાનમાંથી નમૂના લેવામાં આવ્યા
શ્રી અર્બુદા ડેરી, વેજલપુર ઘી

બી.એચ.લાલા એન્ડ કં. કાલુપુર કચ્ચરીયું

અંબિકા ચવાણા માર્ટ, જશોદાનગર પામોલીન તેલ

જહુર મોહમ્મદ, પ્રેમદરવાજા તલચિક્કી

સાંઇ ચિક્કી, નરોડા માવા ચિક્કી

હેપ્પીનેસ ટ્રેડિંગ ટ્રેડર્સ, પ્રેમદરવાજા ચિક્કી

લિજ્જત ખમણ, કાંકરીયા જલેબી

મહેતા ચવાણા એન્ડ સ્વિટ માર્ટ, મણિનગર જલેબી, ઉંધિયુ

લખનઉ ચવાણા એન્ડ સ્વિટ માર્ટ, મણિનગર જલેબી

લક્ષ્મી ગાંઠિયા રથ, નહેરૂનગર જલેબી, ઉંધિયુ

ચંપાજી ગુલાબજામુન હાઉસ, પાલડી જલેબી

જૂના શેરબજાર ચવાણા માર્ટ, પાલડી ઉંધિયુ

દાસ ખમણ, નહેરૂનગર ઉંધિયું

અમે ગુજરાતી, નહેરૂનગર ઉંધિયુ, ઘી

પતંગ-દોરી, જમવા સાથે એક વ્યક્તિનું 1500 પેકેજ
ખાડીયામાં ખાસ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં એક વ્યક્તિ દીઠ રૂ. 1500નું પેકેજ છે. વિદેશી મહેમાનો માટે રૂ. 2200. આ પેકેજમાં ઉંધીયુ-જલેબી, પુરી, લીલવા કચોરી, અનલિમિટેડ ચિક્કી અને પતંગ-દોરી આપવામાં આ‌શે.

ચાઈનીઝ દોરી વેચતો વેપારી પકડાયો
મણિનગર રેલવે ક્રોસિંગ પાસે પતંગના વેપારીને ચાઈનીઝ દોરી આપવા આવેલા ગોમતીપુરના ઈરફાન બહેલીમની 17 હજારની કિંમતના 48 ટેલર સાથે ધરપકડ કરી હતી. શહેરમાં 20 કેસ થયા છે.

અન્ય સમાચારો પણ છે...