તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે એક હજાર કિલો રીંગણાં, 1200 કિલો બાજરીનો શાકોત્સવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલુપુર સ્વામિનારાયણ મંદિર નારાયણ ઘાટ ખાતે શનિવારે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1 હજાર કિલો રીંગણાં, 1200 કિલો બાજરીનો ઉપયોગ કરવામાં આવશે, શાકોત્સવ માટે રાજ્યભરના 70 વધુ સંતો ઉપસ્થિત રહેશે,

કાલુપુર ગાદીના સ્વામિનારાયણના ભાવિ આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદ મહારાજના હસ્તે સાંજે 5 વાગ્યે શાકોત્સવનો વઘાર કરશે. શાકોત્સવ માટે શાક અને સામગ્રી ઉત્તર ગુજરાતના ગામડાંઓ માંથી માંગવામાં આવ્યા છે.

મંદિરના મહંત દિવ્યપ્રકાશ સ્વામીના જણાવ્યા અનુસાર, કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે વર્ષના સૌથી મોટા શાકોત્સવનું આયોજન કરાયું છે. આ શાકોત્સવમાં 500 બહેનો દ્વારા રોટલા બનાવામાં આવશે.તેમજ 200 જેટલા સ્વયંસેવકો સેવા આવશે. શાકોત્સવમાં 500 કિલો ખીચડી, 500 લિટર દહીં, 250 કિલો ટામેટાં, 500 કિલો ગોળ, 500 કિલો ગાજર-મરચાના અથાણાંનો ઉપયોગ કરાશે.

શનિવારે શાકોત્સવ માટે અમદાવાદ, મૂડી ,ભુજ , જૂનાગઢ અને વડતાલ સ્વામિનારાયણ મંદિરમાંથી સંતો-મહંતો પધારીને દર્શન અને આશીર્વચનોનો લાભ આપશે. તદ્દઉપરાંત મહારાજે જણાવ્યું હતું કે , જે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે લોયામાં ભવ્ય શાકોત્સવ કરીને બધાને દર્શન આપ્યા હતા તે જ પ્રમાણે દર્શન હરિભક્તોને દર્શનનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...