તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Today Is The Planning Of Rath Yatra On The Occasion Of Lord Mahavir Birth Welfare 055019

આજે પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે રથયાત્રાનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન-જીતો દ્વારા ચૈત્ર સુદ-13એ બુધવારે સવારે 9 વાગ્યે નવમી પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ જૈન તથા જૈનેતરોમાં પ્રભુ મહાવીરના અહિંસા, અનેકાન્તવાદ, અપરિગ્રહ, વિશ્વમૈત્રી, જીવદયા વગેરે જેવા સંદેશનો પ્રચાર પ્રસાર કરવાનો છે. ઉસ્માનપુરાના શાંતિનગર જૈન સંઘથી રથયાત્રા પ્રસ્થાન કરશે. ત્યાંથી નારણપુરા ક્રોસિંગ- લાડલી, સંઘવી હાઈસ્કૂલ-પ્રિન્સ કોર્નર, મીરામ્બિકા જૈન દેરાસર અંકુર ચાર રસ્તા થઈ અંકુર દેરાસર સામેના મેદાનમાં સમાપન થશે. આ અંગે માહિતી આપતા જીતો-અમદાવાદના ચેરમેન જિગીશ દોશીએ જણાવ્યું કે, ગરમી હોવાથી અમે રથયાત્રાનો રૂટ ટૂંકો રાખ્યો છે. તમામ જૈનોને પરિવાર સહિત પ્રભુ વીરની રથયાત્રામાં જોડાવા અમારી અપીલ છે.

રથયાત્રા કમિટીના ચેરમેન પ્રવીણ મણિયારે જણાવ્યું કે, રથયાત્રામાં દર્શનાર્થે મોટી સંખ્યામાં જૈન તથા જૈનેતર ભાવિકો જોડાશે. રથયાત્રા ઈન્દ્રધજા, ગજરાજ, શરણાઈ મંડળીઓ, ઘોડા પર સવાર ધજા સાથેના પહેરેગીરો, પતાકાઓ, બેન્ડ બાજા, વિવિધ નૃત્ય મંડળીઓ, કચ્છી ઘોડી, સુવર્ણ શાહીથી લખાયેલા કલ્પસૂત્રની ડોલી જેવા આકર્ષણોથી રથયાત્રાનો પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...