તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Today Chatri Eighth Birth Anniversary Of Ramnavmi And Swaminarayan Will Be Celebrated On Sunday In The Night Of Harihar Sarangpur Baps Temple In Bhadrakali Temple 054544

આજે ચૈત્રી આઠમ: ભદ્રકાળી મંદિરમાં રાત્રિ હવન, સાળંગપુર BAPS મંદિરમાં રવિવારે રામનવમી-સ્વામિનારાયણ જન્મ જયંતિ ઊજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે શહેરભરના અનેક મહત્વના મંદિરોમાં ચૈત્રી નવરાત્રીની આઠમના હવન યોજાશે. ભદ્રકાળી માતાના મંદિરમાં શનિવારે રાત્રે 12 વાગે વિશેષ હવન કરાશે. ભદ્રકાળી માતાના મંદિરમાં સદીઓથી આ રીતે રાત્રી હવન થાય છે. અનેક મહત્ત્વના મંદિરોમાં સવારે હવન થશે. આ ઉપરાંત ભદ્રકાળી મંદિરમાં સવારથી જ માતાનો શણગાર રાજ રાજેશ્વરી માતાનો રહેશે.

સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિરમાં રામનવમી અને સ્વામિનારાયણ જન્મ જયંતી ઊજવાશે. સવારે 4.45 થી લઈને રાત્રે 10.10 સુધી વિવિધ સભાનું આયોજન છે. રામનવમી અને સ્વામિનારાયણ જન્મ જયંતી ઉત્સવમાં સાળંગપુર ખાતે મહંત સ્વામી તેમ જ 400થી વધુ સંતોની હાજરીમાં દિવસભર વિવિધ સભા યોજાશે. સવારે 5.30 કલાકે મહંત સ્વામીના હસ્તે મહાપૂજા કરાશે. ત્યાર બાદ મોટા સંતો સવારે 8થી 12 સભા કરશે. બપોરે 1 વાગ્યે વિશેષ સભાનું આયોજન થશે, જેમાં સ્વામિનારાયણ ભગવાન ચરિત્રનું વાંચન કરાશે. ત્યાર બાદ રાત્રે 7 વાગ્યાથી 10.10 સુધી મોટી સભાનું આયોજન કરાયું છે.

મહેમદાવાદ ખાતેના સિદ્ધિ વિનાયક મંદિરના અર્બુદા ધામમાં આજે 108 હોમાત્મક યજ્ઞ
ધાર્મિક રિપોર્ટર | અમદાવાદ

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના અર્બુદા ધામ ખાતે નવરાત્રીના આઠમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે, જેમાં માતાજીનો 108 હોમાત્મક યજ્ઞ કરવામાં આવશે. 501 કિલો ફૂલથી મંદિરને શણગારવામાં આવશે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે 108 બ્રાહ્મણો મંદિરમાં ઔષધિની આહુતિ આપશે.માઉન્ટ આબુમાં બિરાજમાન અધ્ધર દેવી અર્બુદાદેવીનો અાબેહૂબ શણગાર કરાશે. મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિતના જણાવ્યાનુસાર ચૈત્રી નવરાત્રીના અંતિમ દિવસે સૂર્યાસ્ત પછી વિશિષ્ટ પૂજા અને હવન આખી રાત દરમિયાન કરવામાં આવશે, અને તેની પૂર્ણાહુતિ બીજા સવારે સૂર્યોદય પછી કરાશે.

અન્ય સમાચારો પણ છે...