તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News To Support Balwant Singh I Presented The True Affidavit Tejshri Patel 024536

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળવંતસિંહને ટેકો આપવા મેં સાચું સોગંદનામું રજૂ કર્યું હતું: તેજશ્રી પટેલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા જાહેર થયેલા અહેમદ પટેલ સામે ભાજપના બળવતસિંહે કરેલી ઈલેક્શન રિટની સુનાવણી સોમવારે હાઈકોર્ટમાં હાથ ધરાઈ હતી, જેમાં વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે જુબાની આપતાં કહ્યું કે, તેમણે કોઈ ખોટું સોંગદનામું કર્યું નહોતું. હાઈકોર્ટ જસ્ટિસ બેલાબેન ત્રિવેદીએ વધુ સુનાવણી મંગળવારે રાખી છે, જેમાં ઠાસરાના પૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમારની જુબાની લેવામાં આવશે.

રાજ્યસભામાં અહેમદ પટેલની જીત સામે કરાયેલી પિટિશનમાં પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલને અહેમદ પટેલના વકીલ દ્વારા સવાલ કરાયો હતો કે, શું તમે બળવંતસિંહને ટેકો આપવા માટે ખોટું સોંગદનામું રજૂ કર્યું છે? આ સવાલનો જવાબ આપતા તેજશ્રીબેને કહ્યું હતું કે, ના મેં સાચું સોંગદનામું રજૂ કર્યું હતું. તમે પક્ષાંતર શા માટે કર્યું?

તેનો જવાબ આપતા તેજશ્રીબેને કહ્યું, જે તે સમયના પક્ષ પ્રમુખ ભરતિસંહ સોલંકીએ મિટિંગમાં ધમકી આપી હતી. જેના કારણે મને દુ:ખ થયું હતું. અને એ વખતે જ મેં પક્ષ છોડવાનું નક્કી કર્યું હતું. તેમણે વધુમાં કોર્ટમાં જણાવ્યું કે, વિરમગામ વિધાનસભામાં 3 તાલુકા અને 1 શહેર આવે છે. જેમાં માંડલ, દેત્રોજ, વિરમગામ અને વિરમગામ શહેરમાં પ્રમુખોની ટર્મ પૂરી થતી હોવાથી નવા પ્રમુખોની વરણી કરવાની હતી.

તે માટે મેં 3 નવા પ્રમુખોના નામની યાદી પક્ષ પ્રમુખ ભરતસિંહ સોલંકીને આપી હતી. સોલંકીએ કોંગ્રેસ પ્રદેશની કમિટીની બેઠક મળી એમાં મને ધમકી આપવામાં આવી હતી અને આ બેઠકમાં ક્રોસ વોટિંગ ન કરવા ડરાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો