તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Three Percent Slowdown Circuit In Agri Commodities In Good Monsoon Reports 054623

સારા ચોમાસાના અહેવાલે એગ્રી કોમોડિટીમાં ત્રણ ટકા મંદીની સર્કિટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

હવામાન વિભાગે દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન સાથે ચોમાસાના ચાર મહીના દરમિયાન સરેરાશ 96 ટકા વરસાદ થશે તેવો નિર્દેશ કર્યો છે. તેની વિરૂધ્ધમાં અન્ય હવામાન એજન્સીઓએ અલનીનો ઇફેક્ટના કારણે સામાન્ય કરતા નબળું ચોમાસું રહેશે તેવો સંકેત દર્શાવ્યો છે. જોકે, હવામાન ખાતાની આગાહીના કારણે એગ્રી કોમોડિટીમાં સતત બીજા દિવસે ત્રણ ટકાની મંદીની સર્કિટ લાગી હતી. હવામાન વિભાગે એવો પણ નિર્દેશ કર્યો કે ખરીફ પાક માટે ચોમાસુ લાભદાયી રહેશે. ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ નબળી રહેશે અને ચોમાસાના છેલ્લા બે મહિનામાં તેની તીવ્રતા ઓછી રહેવાનું અનુમાન છે જેના કારણે ખરીફ પાક માટે ફાયદાકારક વર્ષ રહેશે.

કરન્સી માર્કેટમાં ડોલરમાં ઝડપી સુધારો થયો હોવા છતાં આજે ભાવ ઝડપી ઘટ્યાં હતા. જોકે, એરંડા વાયદો ઝડપી 6000ની સપાટી કુદાવ્યા બાદ શિપર્સોની ખરીદી અટકવા સાથે હાજર બજારમાં ખેડૂતો-સ્ટોકિસ્ટોની વેચવાલી આવતા ભાવ ઢીલા પડ્યા છે. કપાસમાં માગ અટકી છે. સારા ચોમાસાના કારણે એક તરફી તેજીને બ્રેક લાગી છે. ગામડે બેઠા કપાસના ભાવ આજે ઘટ્યા હતા. જ્યારે રૂમાં પણ મોટા પાયે નિકાસ માગ ન હોવાથી અને મીલોની ખરીદી ઠંડી રહેતા તેજીને બ્રેક લાગી છે. ઘઉંમાં મોટા પાયે વેચવાલી આવતા હાજર તેમજ વાયદામાં આજે ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. ખાદ્યતેલોમાં પણ ભાવ સપાટી નરમ રહી હતી.

ક્રૂડ મજબૂત, ગવારના નબળા પાક છતાં મંદી
ક્રૂડમાં મજબૂત સ્થિતી રહેવા સાથે ગવારના વાવેતરમાં જંગી ઘટાડો થયો હોવા છતાં નિકાસ અભાવે ગવાર તથા ગમમાં મંદીની સર્કિટ લાગી છે. કરન્સી માર્કેટમાં ડોલરનો મજબૂત સપોર્ટ છે પરંતુ USમાં ગમની માગ ઠંડી રહેતા વાયદો તૂટી 8643 રહ્યો હતો.

એગ્રી કોમોડિટીમાં ઝડપી ઘટાડો
વિગત ભાવ ઘટાડો

એરંડા 5898 -2.36%

ધાણા 7017 -2.17%

કપા.ખોળ 2471 -1.44%

ગમ 8643 -3.00%

ઘઉં 1820 -2.57%

ગવાર 4345 -1.92%

અન્ય સમાચારો પણ છે...