યુપીમાં કૃષ્ણનગરના પરિવારના ત્રણ સભ્યનાં અકસ્માતમાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના શાહાબાદના હાઈવે-27 પર મુંડિયર નજીક શનિવારે સવારે પૂરઝડપે આવી રહેલી કાર ઊભા રહેલા એક ટ્રેલરમાં ઘૂસી જતા ગુજરાતના એક જ પરિવારના ત્રણ પેઢીના, ત્રણ સભ્યના મૃત્યુ થયા હતા. જેમાં દાદા, પિતા, પૌત્રી સામેલ છે. તેઅો અમદાવાદથી ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં ઔરંગ જતા હતા.

ડ્રાઈવરને ઝોકું આવતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા. જેમાં કૃષ્ણનગરના નિવૃત્ત કર્નલ નરેશચંદ્ર સિંહ (75), તેમના પુત્ર સંદીપસિંહ (44) અને પૌત્રી અનામિકા (14)નું મૃત્યુ થયું હતું જ્યારે સંદીપ સિંહના પત્ની દુર્ગેશ નંદિની (45) અને પુત્ર આયર્ન પ્રતાપસિંહ (17) ઘાયલ થતા તેમને સારવાર માટે શાહાબાદ પછી બારાંના કોટામાં ખસેડાયા હતા. પોલીસે સ્વજનોની ફરિયાદના આધારે ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

કટરથી પતરું કાપી મૃતકોને બહાર કઢાયા
ટ્રેલરમાં ઘૂસેલી કારનો અકસ્માત એટલો ભીષણ હતો કે, કારમાં બેઠેલી એકેય વ્યક્તિ બચે એવી આશા નહોતી દેખાતી. જોકે, પોલીસે કટરથી પતરું કાપીને મૃતકો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. શનિવારે સાંજ સુધી માતા અને પુત્ર બેભાન હતા. તેઓ હજુ સુધી નથી જાણતા કે, તેમનો સમગ્ર પરિવાર મૃત્યુ પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...