તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ અંગે આ છે ખોટી માન્યતાઓ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખોટી માન્યતા: લોખંડ પર કોરોનાનો વાઇરસ કાયમ માટે રહેતો હોય છે

હકીકત: જો ઘર કે અન્ય સ્થળે સરફેસ લોખંડની હોય તો વાઇરસ 8થી 10 કલાક રહે છે. સામાન્ય રીતે વાઇરસ 3થી 4 કલાક જ રહે છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, તાપમાન વધવાથી વાઇરસનો ચેપ ઘટશે, પરંતુ આ બાબત પુરવાર કરી શકે તેવો કોઈ અભ્યાસ થયો નથી અને વૈજ્ઞાનિક પુરાવા પણ નથી.

ખોટી માન્યતા : ગરમી વધવાની સાથે વાઇરસ પણ મરી જાય છે

હકીકીત: ઉષ્ણકટીબંધના દેશોમાં પણ કોરોનાનો ચેપ જોવા મળ્યો છે માટે આ બાબત સત્ય નથી. તાપમાન વધવાથી વાઇરસ ફેલાતો પણ અટકશે એવું કહેવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા પણ નથી.

હકીકત: આલ્કોહોલના સેવનથી વાઇરસ મરી જાય છે તેવી માન્યતા ખોટી છે તેવું WHOનું કહેવું છે.

ખોટી માન્યતા: આલ્કોહોલનું સેવન કોરોના સામે રક્ષણમાં મદદરૂપ છે

હકીકત: આવી માન્યતાને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. હાલ આ વાઇરસ માણસમાંથી માણસમાં ફેલાયો છે. માટે પ્રાણીમાંથી તેનાે ચેપ આવવાની શક્યતા નથી.

ખોટી માન્યતા: કૂતરાં-બિલાડી જેવા પાલતું જાનવર કોરોનાના કેરિયર છે


ખોટી માન્યતા : કોરોના વાઇરસ હવાને લીધે ચેપ ફેલાવતો હોય છે

હકીકત: આ હવાથી ફેલાતો વાઇરસ નથી, ખાંસી કે છીંક ખાવાથી ઉડતાં છાંટા વાઇરસ ફેલાવે છે. કોઈ દર્દી છીંક કે ખાંસી ખાય તો વાઇરસ એક મીટર સુધી ફેલાઈ શકે છે. આ ઉપરાંત ઉધરસ કે છીંકના છાંટા સરફેસ પર પડે તો વાઇરસ ત્યાં પણ લાગે છે. જોકે અહીં તે થોડાક કલાકો જ રહી શકે છે.

દેશમાં Covid-19ના કેસ વધી રહ્યા છે અને સાથેસાથે અફવાઓનો પણ મારો ચાલી રહ્યો છે. અમદાવાદના સિનિયર ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગ સતત હાથ ધોવાથી માંડી પાયાની તકેદારી રાખવાની સલાહ આપે છે.

હકીકત: આ પ્રકારના ખાદ્ય પદાર્થો કે શાકભાજી કોરોના વાઇરસ સામે રક્ષણ આપતા હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા હજુ સુધી મળ્યા નથી.

ખોટી માન્યતા: લસણ, મધ, લીંબુ, લવિંગ જેવા ઘરગથ્થું ઉપચાર મદદરૂપ છે


ખોટી માન્યતા: માસ્ક (સર્જિકલ અને N95) રક્ષણ માટે ફરજિયાત છે

હકીકત: તંદુરસ્ત લોકો બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું તેવું ‘WHO’ પણ સૂચવતું નથી. જે લોકોને શરદી કે ઉધરસ હોય તેમણે ચેપ ફેલાતો રોકવા માસ્ક પહેરવું જોઈએ. માસ્ક પહેરવાથી તમે ચહેરાને વારંવાર સ્પર્શતા અટકો છો, પરંતુ તંદુરસ્ત વ્યક્તિને માસ્કની કોઈ જરૂર નથી. માસ્ક ભીનું થાય કે ચોળાઈ જાય તો તે બદલવું જોઈએ. માસ્ક પહેરતા પહેલાં હાથ ધોવા અને યોગ્ય રીતે માસ્ક પહેરવું. જો હાથમાં ચેપ હશે તો માસ્ક ઉપયોગી નથી. માસ્કના ઉપયોગ પહેલાં અને પછી હાથ ધોવા જોઈએ.
અન્ય સમાચારો પણ છે...