104 હેલ્પલાઈન પર એક જ દિવસમાં 20 હજાર કોલ આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

104 હેલ્પલાઇન પર એક જ દિવસમાં રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 20 હજાર કોલ્સ આવ્યાં છે. છેલ્લા ચાર દિવસથી 104 હેલ્પ લાઇન પર 16 હજારની આસપાસ ફોન પર કોલ્સ આવતાં હતા, પરંતુ, શનિવારે એક જ દિવસમાં 10420 હજાર કોલ્સ આવ્યાં હતા, જેમાં કોરોના સંબંધિત માહિતીને લગત 2777 ફોન કોલ્સ આવ્યાં હતા, શુક્ર્વાર કરતાં 1200 કોલ્સ વધુ હતા.

108 ઇએમઆરઆઇનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ, શનિવારે 108ને લગતાં કુલ 4494 ઇમરજન્સી કેસ હેન્ડલ કર્યા હતા, જેમાંથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોય તેવાં 127 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે 104 હેલ્પલાઇન પર કુલ 20129 ફોન આવ્યા હતા, જેમાંથી કોરોના સંબંધિત માહિતીના 2777, સામાન્ય પૂછપરછનાં 9200, તાવના 163 અને આ સિવાયનાં 7952 કોલ્સ આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...