તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરોડામાં કલરની ફેકટરીમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરોડા જીઆઈડીસીમાં ફેઝ 4 ખાતે આવેલી કલરની બંધ ફેકટરીમાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસની ફેકટરીના મજૂરોમાં નાસભાગ મચી ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે ફાયરબ્રિગેડને ભારે જહેમતનો સામનો કરવો પડયો હતો, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.

વટવા જીઆઈડીસી ફેઝ 4 માં આવેલી શાંધાઈ કલર ફેકટરીમાં બપોરના સમયે અચાનક આગની જવાળાઓ ઉઠી હતી. આ અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી. સ્થાનિક સૂત્રોના અનુસાર આ ફેકટરી બંધ હાલતમાં હતી જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ થઈ નહતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી પરંતુ આગમાં ફેકટરીમાં અંદાજે દોઢ કરોડનું નુકશાન થયું હોવાનું ફાયરના સૂત્રોએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...