તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુદ્ધના મેદાનમાં લડવા સિવાય બીજો વિકલ્પ હોતો નથી, કોરોનાગ્રસ્ત દર્દીને માનસિક હૂંફ આપવી પડે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસને કારણે લોકો ડરી રહ્યા છે. જે વિસ્તારમાં વિદેશથી આવેલા પ્રવાસી હોય ત્યાની શેરી પણ બદલી રહ્યા છે સ્વસ્થ લોકો સાથે હાથ મિલાવવામાં પણ ડરી રહ્યા છે.

અમદાવાદમાં એસવીપી હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા એક સિનીયર મહિલા તબીબે કહ્યું હતું કે, ‘પહેલા પોઝેટીવ કેસના દર્દીઓ આવવા માંડયા ત્યારે અંદરથી ખૂબ જ ડર લાગતો હતો. પણ યુદ્ધના મેદાનમાં હોઈએ ત્યારે લડવા સિવાય કોઈ છૂટકો ન હોય તેથી મેન્ટલી હું અને અમારી આખી જ ટીમ ખૂબ જ પ્રિપેર થઈ ગયા હતા. મારા પતિ અને પરિવાર તરફથી પણ મને એટલી જ હિંમત મળી હતી. આ શબ્દો અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં પોઝેટીવ દર્દીની સારવાર કરનારા સિનીયર મહિલા તબીબના હતા. તેમણે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું કે, જયારે દર્દીનો પોઝેટીવ રિપોર્ટ આવ્યો ત્યારે તેેમની ફીજીકલી સારવાર જેટલી મહત્વની હતી તે અમે કરી જ રહ્યાં હતા પણ તેમની મેન્ટલી સારવાર અને કાઉન્સીલીંગ પણ અમારી પહેલી ફરજ બની હતી. દર્દીઓ પાસેથી સતત અમને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યાં છે કે, અમે કયારે સાજા થઈશું, કયારે અમને ડિસ્ચાર્જ મળશે, ડિસ્ચાર્જ પછી પણ અમારી ઇમ્યુન સિસ્ટમ લાઈફ લોંન્ગ ડાઉન થઈ જાય કે નહીં ?, અમે સાજા થઈને બહાર જઈશું તો પણ અન્ય લોકોને અમારાથી શું નુકસાન થશે ?. આ તમામના જવાબ અમે ખૂબ જ હિંમત અનેે હૂંફ સાથે આપીએ છીએ જેથી દર્દીનો પણ આત્મવિશ્વાસ વધે અને પોઝેટીવ વિચારતા થાય. દર્દીમાંથી ડર દૂર કરવો એ જ

...અનુસંધાન પાના નં. 18

અમદાવાદ-રાજકોટના મહિલા ડૉક્ટર્સ જણાવે છે કેવા પડકારો વચ્ચે કરી રહ્યા છે કોરોના પેશન્ટની સારવાર

રાજકોટ હોસ્પિટલની ટીમ
અન્ય સમાચારો પણ છે...