તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News There Are 30 Phones Coming To The Blanket Inquiry To Answer The Pole 024631

પોળમાં ઉત્તરાયણ કરવા ધાબાની ઈન્ક્વાયરીના રોજ 30 ફોન આવે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ વખતે ઉત્તરાયણ પહેલાં શનિ અને રવિવાર આવતા હોવાથી અમદાવાદીઓને બે દિવસને બદલે ચાર દિવસની ઉત્તરાયણ થતાં જલસા થઈ જશે, પણ તેના કારણે પક્ષીઓ ઘાયલ થવાની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. શનિવારે માત્ર એક દિવસની રજામાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઘાયલ 136 પક્ષીઓ ઘાયલ થયા હતા.

ઉત્તરાયણ પહેલાં શનિવાર અને રવિવાર હોવાને કારણે હવે અમદાવાદીઓની ઉત્તરાયણ બેના બદલે ચાર દિવસની થઈ ગઈ છે. માત્ર શનિવાર એક દિવસની રજામાં સાંજે 6 વાગ્યા સુધી 136 પક્ષીઓ ઘાયલ થયા હતા, જેને ધ્યાનમાં રાખીને શહેરની એનજીઓ તેમ જ સારવાર કેન્દ્રોને વધારે સજ્જ થવા માટે તાકીદ કરવામાં આવી છે. શહેરમાં એનિમલ હેલ્પ સેન્ટરો અને સ્વૈચ્છિક સંસ્થાઓની મળેલી તાકીદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દોરીમાં ફસાઈને ઇજાગ્રસ્ત થતા પક્ષીઓમાં સૌથી વધારે કબૂતર, કાગડા, કાબર, સમડી હોય છે. ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદમાં 12 મુખ્ય સારવાર કેન્દ્રો, 30 પ્રાથમિક સારવાર કેન્દ્રો અને 78 રેસ્કયુ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...