તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Theft Of 300 Meters Long Overhead Railway Wires From 8 Pillars Amid Cuts 055021

કટોસણ વચ્ચે 8 થાંભલા પરથી 300 મીટર લાંબા ઓવરહેડ રેલવે વાયરોની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | વીરમગામ - મહેસાણા સેક્શનમાં રેલવે લાઈનની ઉપર આવેલા ઓએચઈ (ઓવર હેડ વાયર) કેબલની ચોરીની ઘટના નોંધાઈ હતી. જેમાં વીરમગામ - કટોસણ વચ્ચે બંધ વીજ સપ્લાઈ દરમિયાન રાતના સમયે 8 રેલવેના થાંભલા પરથી 150 કિલોગ્રામ એટલે કે 300 મીટર લાંબા કોપર વાયરની ચોરી થઈ હતી. આ ઘટનાની જાણ થતા વીરમગામ આરપીએફએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદ આરપીએફ ક્રાઈમબ્રાન્ચને સોંપી હતી. ક્રાઈમબ્રાન્ચની ટીમે ચોરીના સ્થળ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધા બાદ તપાસ હાથ ધરી હતી. જેમાં વીરમગામથી લઈ કડી સહિત આસપાસના વિસ્તારોમાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો હતો. એ દરમિયાન તેમને ચોરીના સ્થળ નજીથી પોલીસને 55 મીટર લાંબો 28 કિલોગ્રામ કોપર વાયર મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે બાતમીદારોની મદદથી તપાસ આગળ વધારતા આરોપીઓએ કડીમાં ભંગારની દુકાને કોપર વાયર વેચ્યા હોવાની બાતમી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...