તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Theatrical Owners Do Not Give Viewers The Benefit Of Reducing Entertainment Tax Reduction Of 10 024701

મનોરંજન કરમાં 10 ટકાના ઘટાડાનો લાભ થિયેટર માલિકો દર્શકોને આપતા નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટી કાઉન્સિલે ફિલ્મની રૂ.100થી ઓછી રકમની ટિકિટ પર જીએસટી 18 ટકાને બદલે 12 ટકા અને રૂ.100થી ઉપરની ટિકિટ માટે જીએસટીનો દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. પરંતુ થિયેટર માલિકો ઘટાડાનો લાભ ગ્રાહકોને આપતા નથી. થિયેટર માલિકોએ ટિકિટના દર ઘટાડવાને બદલે પોતાનો નફો વધારી દીધો છે. જીએસટી વિભાગને આ મુદ્દે ફરિયાદ મળતા કાર્યવાહી શરૂ કરાઈ છે.

જીએસટી કાઉન્સિલની ડિસેમ્બરમાં મળેલી બેઠકમાં મનોરંજન કરના અલગ અલગ સ્લેબમાં 10 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટાડાનો સીધો લાભ ગ્રાહકોને મળવો જોઇએ પરંતુ શહેરના થિયેટર માલિકો આ લાભ ગ્રાહકોને આપવાની જગ્યાએ પોતાનો નફો વધારી દિધો છે. કાઉન્સિલે લીધેલો નિર્ણય 1 જાન્યુઆરી 2019થી અમલ કરવાનો હતો. જાન્યુઆરી પહેલા જે ટિકિટના દર થિયેટર દ્વારા લેતા હતા તે જ દર અત્યારે પણ ગ્રાહકો પાસેથી લઇ રહ્યાં છે.

જાગૃત ગ્રાહકો જીએસટીના ઘટાડેલા દર અંગે પૂછતાં એવું જણાવામાં આવે છે કે, અમારા થિયેટર એસોસિએશન દ્વારા આ અંગે હજી કોઇ નિર્ણય લેવાયો નથી. તેમજ અમારા ટિકિટના દર ફીકસ હોય છે.

જીએસટી દ્વારા જ્યારે ટેક્સમાં ઘટાડો કરવામાં આવે ત્યારે ગ્રાહકોને તેનો લાભ આપવા જરૂરી છે. જો આ લાભ ગ્રાહકોને આપવામાં ન આવે તો સરકાર એન્ટી પ્રોફિટિંગ કાયદા પ્રમાણે થિયેટર માલિકો પાસેથી રિકવરી કરી શકે છે.

અેસોસિએશનનું કોઈ નિયંત્રણ નથી
દરમાં ઘટાડાનો લાભ ગ્રાહકને આપવા અમે ટિકિટના દરમાં ઘડાટો કર્યો છે. પરંતુ અન્ય થિયેટર માલિકો ટિકિટના દર પોતાની રીતે નક્કી કરતા હોય છે. તેના પર એસોસિએશનનું કોઇ નિયંત્રણ નથી. રાકેશ પટેલ, પ્રમુખ અમદાવાદ થિયેટર એસોસિએશન

દર્શકોને લાભ મળવો જ જોઈએ
કાઉન્સિલે મનોરંજન કરમાં 1 જાન્યુઆરી 2019થી રૂ. 100થી નીચેની ટિકિટ પર જીએસટી દર 18થી ઘટાડી 12 ટકા કર્યો છે. જ્યારે રૂ. 100 ઉપરની ટિકિટનો દર 28ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. જેથી ટિકિટના કિંમતમાં એટલા અંશે ઘટાડો થશે. થિયેટરોએ આ ઘટાડાનો લાભ દર્શકોને આપવો જોઈએ. વિપુલ ખંધાર, સીએ

અન્ય સમાચારો પણ છે...