તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The Youth Threatened To Throw Acid On The Girl Saying 39why Is Doing The Job39 055539

‘નોકરી કેમ કરે છે’ કહીને યુવતી પર એસિડ ફેંકવાની યુવકે ધમકી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | નિકોલના ડી માર્ટમાં કામ કરતી યુવતી પાર્કીંગમાં હતી ત્યારે એક યુવક તેની પાસે આવીને તું નોકરી કેમ કરે છે તેમ જણાવી માર મારી તું બહાર આવીશ તો તારા ઉપર એસીડ નાખી ધમકી આપતા યુવતીએ નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

‘તું ઘરની બહાર આવીશ તો તારી પર એસિડ નાખીને મારી નાખીશ’ કહી યુવક ડરાવતો હતો
મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદના નિકોલના લાલ કૃષ્ણ અટલ એપાર્ટમેન્ટ ખાતે રહેતા યામીની નાયક નિકોલના ડી માર્ટ ખાતે હેલ્પર તરીકે નોકરી કરે છે.તથા તેના પિતા દિલીપભાઈ બાપુનગર ટોરેન્ટ પાવરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને માતા પ્રીતિબેન નરોડા જી.આઈ.ડી.સી ખાતે હેવમોરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તે રોજના જેમ નોકરીના ઘરે થી નોકરી જઈને બપોરે 4 વાગે ડી માર્ટના ભોંયરામાં નાસ્તો કરવા ગયા હતા ત્યારે ભોયરામાં જિજ્ઞેશભાઈ સતીષભાઈ પટેલ (રહે.લાલ કૃષ્ણ એપાર્ટમેન્ટ નિકોલ)ત્યાં પહેલે થી હાજર હતો. જિજ્ઞેશ યામિનીબેન પાસે જઈને કહેવા લાગ્યો કે તું નોકરી કેમ કરે છે તારે નોકરીએ આવવાનુ નહીં તેમ કહીને યામિની બેનનો હાથ પકડીને છેડતી કરવા લાગ્યો હતો. યામિનીબેને તેને જવાબ ના આપતા જિજ્ઞેશ યામિનીને મારમારવા લાગ્યો. યામિનીબેને બૂમાબૂમ કરતા લોકો ભેગા થયા હતા જેથી યામીનીને મારમારવાથી છોડાયા અને જિજ્ઞેશે યામિનીને જણાવ્યું હતું કે તું બહાર નીકળ હું તારી ઉપર એસિડ નાખીને તને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યામિનીએ પોતાના પિતાને આ અંગે જાણકરી આપી અને તેના પિતા ડીમાર્ટ આવીને યામિનીને નિકોલ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા. આ ઘટના અંગે યામીની બેને જિજ્ઞેશ વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...