તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવેમાં નોકરીની લાલચમાં યુવકે સાત લાખ ગુમાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખોડિયારનગરમાં યુવકને અને તેની પત્નીને સરકારી નોકરીની લાલચ આપીને 4 શખસોએ રૂ.7 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નિકોલ પોલીસમાં નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ બીકોમનો અભ્યાસ કરતા હનુ મકવાણાએ વિશાલ મલવાને રેલવેમાં સરકારી નોકરીની લાલચ આપી ભરતી બોર્ડ અને નકલી જોઇનિંગ લેટર બતાવી રૂ.7 લાખ પડાવ્યા હતા. થોડા દિવસ બાદ હનુભાઈએ નોકરી માટે વિશાલને ફોન કર્યો હતો, જોકે વિશાલે જણાવ્યું હતું કે, ઉપરી અધિકારીના ઘરે મરણ થયું છે, જેથી થોડા દિવસ રાહ જુઓ. થોડા સમય બાદ હનુભાઈ વિશાલની નોકરીના સ્થળે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે વિશાલ ત્યાં કામ કરતો નથી, જેથી આ અંગે ઠગાઈની જાણ થતા હનુભાઈએ વિશાલ તેના સાગરિતો નયન પરમાર, ગૌરવ શાહ અને રમેશ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

બોગસ લેટર બતાવી વિશ્વાસમાં લીધો હતો

નિકોલ પોલીસમાં 4 સામે ઠગાઈની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...