તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The Youth Found Out On Fb Married The Girl On The Basis Of Marriage 055007

FB પર મળેલા યુવકે લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મ આચર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિંઝોલની 28 વર્ષીય યુવતી 5 વર્ષ પહેલાં ફેસબુક પર હરિયાણામાં રહેતા વિક્રમ રાજબીરસિંઘ નામના યુવકના પ્રેમમાં પડી હતી. યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે અલગ અલગ સ્થળોએ સંબંધ બાંધ્યો હતો, જેમાંથી ગર્ભવતી બનેલી યુવતીનો વિક્રમે ગર્ભપાત કરાવ્યો હતો. આ સાથે યુવતીની લગ્નની વાતને ટાળી વિક્રમે બીજે લગ્ન કરી લેતા યુવતીએ મહિલા પોલીસ(પૂર્વ)માં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, ફેસબુક પરથી પ્રેમસંબંધ બંધાયા બાદ વિક્રમ અને યુવતી અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ચંડીગઢ જેવા શહેરોમાં મળતાં હતાં. જ્યારે ઘણી વાર વિક્રમે લગ્નની લાલચ આપી પોતાના પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે થોડા મહિના વિક્રમે યુવતીના પિતાને ફોન કરી જણાવ્યું હતું કે ‘અમારા લગ્ન નહિ થઈ શકે. મારો પરિવાર માનતો નથી.’ આથી યુવતી વિક્રમને મળવા ત્રણ દિવસ માટે ચંડીગઢ ગઈ હતી ત્યારે વિક્રમે તેને ફોસલાવી કહ્યંુ હતું કે, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છંુ પણ પરિવાર માનવા તૈયાર નથી. આપણે બંનેે આત્મહત્યા કરી લઇએ. જોકે યુવતીએ આત્મહત્યાનો ઇનકાર કર્યો હતો. યુવતીએ સિવિલ મેરેજ કરવાનું કહેતા વિક્રમે તેની પણ ના પાડી હતી. જોકે યુવતીને વિક્રમની માતાએ એકવાર મળીને લગ્ની બાંહેધરી આપી હતી. ત્યારબાદ વિક્રમની પત્નીએ છૂટાછેડા આપવા તૈયારી દર્શાવતા તેણે વિંઝોલની આ યુવતી સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. જોકે તે પછીથી ફરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...