યુવા અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે સાહિત્ય ગૌરવ સન્માન અને પારિતોષિક અેનાયત કાર્યક્રમ યોજાશે. 29મી જાન્યુઅારીઅે સાંજે 5 વાગે ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં અા કાર્યક્રમ યોજાશે. તે અંતર્ગત ગુજરાતીમાં ગદ્યકાર, વિવેચક અને કવિ મણિલાલ હ.પટેલને ગૌરવ પુરસ્કાર અપાશે. જ્યારે હિન્દીના જાણીતા લેખક જે.જે.ત્રિવેદી, યોગેન્દ્રનાથ મિશ્ર અને અાલોક ગુપ્તાને પણ સાહિત્ય ગૌરવ પુરસ્કારથી નવાજવામાં અાવશે. ગુજરાતી સાહિત્યના યુવા ગૌરવ પુરસ્કાર તરીકે જીગર જોષી (રાજકોટ) અને સાગર શાહ (અમદાવાદ)ને પસંદ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...