તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The Word Was Inspired By The Hospital39s Administrator In 36 Years Painted 36 Paintings 054631

ૐ શબ્દ હૉસ્પિટલના એડમિનિસ્ટ્રેટરની પ્રેરણા બન્યો, 2 વર્ષમાં 36 પેઈન્ટિંગ્સ દોર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

અમદાવાદની ગુફા ખાતે એચસીજી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેશન ઓફ હેડ તરીકે કાર્યરત અને આર્ટિસ્ટ એવા સંદિત શાહનું પેઈન્ટિંગ્સ એક્ઝિબિશન યોજાયું છે. જેમને હોસ્પિટલમાં લોકોની પિડા જોઈ અશાંતિનો અનુભ‌વ થતો. જે જોઈ ઓમ શબ્દનું રટણ શરૂ કર્યું. જેમને આ શબ્દથી શાંતિનો અનુભવ થતો. અંતે તેમને ઓમ થીમ પર 20 પ્રકારના પેઈન્ટિંગ્સ દોર્યા. જેનું એક્ઝિબિશન અમદાવાદની ગુફા ખાતે 21 એપ્રિલ સુધી સાંજે 4થી 8 કલાક દરમિયાન ચાલશે.

500 જેટલા ચાંદલામાંથી ઓમ-મોરની ડીઝાઈન બનાવી
પેઈન્ટિંગ એક્ઝિબિશનમાં એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટિંગનો ઉપયોગ કરી ભગવાન શિવની તસ્વીર, નંદી, શિવલિંગ સાથેના ઓમ દોરવામાં આવ્યા હતા. જેને ડિફરન્ટ આર્ટનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ સાથે 500 ચાંદલામાંથી ઓમ અને મોર બન્ન એક સાથેે દોરવામાં આવે તેવું પેઈન્ટિંગ દોર્યું છએ. આ સાથે પેઈન્ટિંગ્સ ઉપરાંત એમરોડરી કરીને પણ ઓમ બનાવવામાં આવ્યા હતા. જેથી એક્ઝિબિશનમાં આ પ્રકારની ડીઝાઈન આકર્ષણનું કેન્દ્ર બની હતી.

પેઈન્ટિંગ દોરવા માટે પ્રેક્ટિસ કરી
સંદિત શાહ, આર્ટિસ્ટ

 હું જ્યારે હૉસ્પિટલથી ઘરે જતો ત્યારે લોકોની પિડાથી હૃદય દ્રવી ઉઠતું રાત્રે ઉંઘ નહોતી આવતી. ઓમ શબ્દથી શાંતિ મળતી. તેને પેઈન્ટિંગ્સ રૂપે ઉતારવાનું નક્કી કર્યું કેમ કે પેઈન્ટિંગ્સ મારો શોખ હતો. મે આ પહેલા સ્કૂલમાં આજથી 32 વર્ષ પહેલા પેઈન્ટિંગ્સ દોર્યા હતા. જેથી પેઈન્ટિંગ્સની ફરી પ્રેક્ટિસ કરી. બે વર્ષમાં મેં 36 પેઈન્ટિંગ્સ દોર્યા. જેમાં દરેક પેઈન્ટિંગ્સમાં ઓમનું પેઈન્ટિંગ્સ છે.

અન્ય સમાચારો પણ છે...