તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાને અડપલાં કરી તેના પતિને ચપ્પુ માર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સારંગપુર પાણીની ટાંકીની સામે ફૂટપાથ ઉપર રહેતું દંપતી છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. રવિવારે રાતે 9 વાગ્યે જમીને દંપતી ફૂટપાથ ઉપર સૂતું હતું તે દરમિયાન સવારે 4 વાગે દંપત પૈકી પત્નીની આંખ ખૂલતા તેમની આજુબાજુ 2 છોકરા સૂતા હતા અને નજીકમાં બે છોકરા બેઠા હતા. જેથી તેમણે બૂમાબૂમ કરતા તેમના પતિ જાગી ગયા હતા.

આથી ચારેય પતિને ફેટો અને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં ચારમાંથી 1 યુવાને મહિલાના પતિને પેટમાં ચપ્પુ મારી દીધું હતું. પત્નીએ બુમાબુમ કરતા લોકો ભેગા થઇ જતા ચારેય નાસી ગયા હતા.

મહિલાના પતીને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ અંગે મહિલાએ કાલુપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...