કલ્યાણ પુષ્ટિમાં મહારાજ પર પુષ્પવર્ષા કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણપુષ્ટિ હવેલીમાં ષષ્ઠપીઠાધિશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજની ઉપસ્થિતિમાં હોરી આઈ રે કાન્હા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભક્તોએ રાધા કૃષ્ણના ભજન-કીર્તન કર્યા હતા. શ્રી દ્વારકેશલાલજી મહારાજના કરકમલો દ્વારા વૈષ્ણવો માટે ફૂલફાગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 કિલોથી વધુ ગુલાબની પત્તીઓ, ગલગોટાના પીળા ફૂલ તેમ જ વિવિધ પ્રકારના અન્ય ફૂલોથી પૂજ્ય મહારાજની ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...