તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The University Will Provide Free Education To Any Martyr Jawan 024559

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટી કોઈપણ શહીદ જવાનના સંતાનોને મફત શિક્ષણ આપશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી શહીદ જવાનો-અધિકારીઓના સંતાનોને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલથી માંડી એમફીલ-પીએચડી સુધીનું શિક્ષણ મફતમાં આપશે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના શહીદ જવાનોને માટે ગુજરાત સહિત દેશભરમાંથી આર્થિક સહાયની જાહેરાત કરાઈ રહી છે, ત્યારે યુનિવર્સિટીએ પણ દેશ માટે શહાદત વહોરનાર જવાનોના સંતાનોને કોઈ પણ પ્રકારની ફી લીધા સિવાય ઉચ્ચ શિક્ષણ આપવાનું અભિયાન હાથ ધર્યું છે. જેનો અમલ શૈક્ષણિક સત્ર 2019-2020થી કરવામાં આવશે.

યુનિવર્સિટીમાં આવેલા તમામ અનુસ્નાતક ભવનોમાં નવા શૈક્ષણિક સત્રથી ગુજરાત પોલીસ, સીઆરપીએફ, આર્મી, નેવી, એરફોર્સ, સીઆઈએસએફ, આરએએફ, બીએસએફ સહિતની ફોર્સના કોઈ પણ સ્થળે ફરજ દરમ્યાન શહીદ થયેલા જવાનો-અધિકારીઓના પરિવાજનોને લાભ મળશે.

પોઝિટિવ
પોલીસ, સૈન્ય, CRPF, એરફોર્સ, નેવી, BSF, RAFના શહીદ થનારા જવાન માટે જાહેરાત, નવા શૈક્ષણિક સત્રથી અમલ
શહીદ જવાનોના સંતાનો પોસ્ટ ગ્રેજ્યુએટથી માંડી એમફીલ અને પીએચડી સુધીનું શિક્ષણ વિનામૂલ્યે મેળવી શકશે
60 કોર્સમાં 7 હજારથી રૂ. 50 હજાર સુધીની ફી માફ કરાશે
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા વિવિધ 38 ભવનોમાં ભણાવાતા 60 કોર્સની વાર્ષિક રૂ. 7000થી રૂ. 50,000 સુધીની ફીમાંથી માફી મળશે. તાજેતરમાં જીટીયુએ તેને સંલગ્ન 450થી વધુ કોલેજોમાં ભણતા 4.86 લાખ વિદ્યાર્થી પાસેથી રૂ.10નો ફાળો ઉઘરાવી પુલવામાના શહીદો માટે ભંડોળ ઊભું કરવાની જાહેરાત કરી હતી.

યુનિવર્સિટીમાં પીજી ઉપરાંતની 5400થી વધારે બેઠકો છે
સાયન્સ,કોમર્સ,આર્ટસ, લો, મેનેજમેન્ટ સહિતના અનુસ્નાતક કક્ષાનો કોર્સ મફત ભણાવાશે. આર્ટિફિશિયલ, બાયો ઈન્ફર્મેટિક્સ, બાયો મેડિકલ ટેકનોલોજી, ફોરેન્સિક સાયન્સ, એમબીએ,એમસીએ,એલએલએમ સહિતના કોર્સમાં પ્રવેશ મેળવી શકાશે. યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલથી માંડીને એમફીલ-પીએચડી સહિતની કુલ 5400થી વધુ બેઠકો ઉપલબ્ધ છે.

શહીદોના બલિદાનને એળે નહીં જવા દેવાનો હેતુ છે
દેશની સુરક્ષા માટે પ્રાણ ન્યૌચ્છાવર કરનારા જવાનો આપણા ભાઈઓ છે. યુનિવર્સિટીએ તેમના પરિવારના સભ્યોને વિદ્યા દાન કરીને તેમના પ્રત્યે સાચી કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ પહેલ કરી છે.શહીદ જવાનોના પરિવારજનોને માત્ર આર્થિક આધાર આપીને સંતોષ વ્યક્ત કરવાના બદલે ઉચ્ચ શિક્ષણ આપવાનો પ્રયાસ છે. ડો. હિમાંશુ પંડ્યા, કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી

LD એન્જિનિયરિંગે4.5 લાખનંુ ભંડોળ એકત્ર કર્યંુ
જીટીયુની સંલગ્ન 486 કોલેજોના શૈક્ષણિક-વહીવટી સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના માધ્યમથી આશરે 50 લાખનું ભંડોળ એકત્ર કરવાનુ લક્ષ્યાંક રાખ્યુ છે. જીટીયુએ કરેલી આ પહેલ બાદ ગણતરીના ત્રણથી ચાર દિવસોમાં એલ ડી એન્જિનિયરિંગ કોલેજે વિદ્યાર્થીઓને માટે આશરે રૂ. 4.5 લાખનુ ભંડોળ એકત્ર કર્યુ છે. આ ભંડોળ શહીદ જવાનોના પરિવારજનોને પહોચાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો