તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Town Will Be Recruited On 6 Posts In The Primary Education Committee 055044

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિવિધ 6 પોસ્ટ પર ભરતી કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા નાયબ શાસનાધિકારી, મદદનીશ શાસનાધીકારી (લિગલ), સંચાલક- નુતન તાલીમ વિભાગ, અધ્યાપક નુતન તાલીમ વિભાગ મળીને કુલ 6 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો 25 માર્ચ સુધી amcschoolboard.org/NPSS/Home/PostSelection પરથી ઓનલાઇન અરજી કરી શકશે. ભરતી માટે દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ કોર્સ નક્કી કરાયો છે. ઉમેદવારો ઓનલાઇન અરજી કરતા સમયે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક અને અનુભવની માહિતી અપવી પડશે. મોટા ભાગની જગ્યાઓ માટે 5 વર્ષનો અનુભવ જરૂરી છે. નાયબ શાસનાધિકારી માટે ગુણભારમાં તાલીમી સ્નાતક માટે 10, અનુસ્નાતક 15, તાલીમી અનુસ્નાતક એમફીલ 2, પીએચડી 3, અનુભવ 5, લેખિત પરીક્ષા 50, ઇન્ટરવ્યુના 15 ગુણ ગણાશે.

ના. શાસનાધિકારીની પરીક્ષાનો અભ્યાસક્રમ

{ શિક્ષણના સાંપ્રત પ્રવાહો અને સામાન્ય જ્ઞાન10 ગુણ

{ ધી બોમ્બે પ્રાઇમરી એક્ટ- 1947, RTI એક્ટ-2009 - 15 ગુણ

{ ધો.1થી 8ની વિષય વસ્તુ 15 ગુણ

{ શિક્ષણ શાસ્ત્ર - 10 ગુણ

ઉમેદવારો 25 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકશે

નૂતન તાલીમ અધ્યાપકનો અભ્યાસક્રમ

{ શિક્ષણના સાંપ્રત પ્રવાહો 10 ગુણ

{ ધી બોમ્બે પ્રાઇમરી એક્ટ- 1947, આરટીઇ, ચિલ્ડ્રન રાઇટ20 ગુણ

{ મુખ્ય શિક્ષકોની ફરજો, આચારસંહિતા વગેરે20 ગુણ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો