તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Son In Law39s Father In Law Who Was In Love With His Daughter Washed Away 055055

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીકરીને ભગાડી તેની સાથે પ્રેમલગ્ન કરનાર જમાઇની સાસરિયાંઓએ ધોલાઈ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દૂધેશ્વર પાણીની ટાંકી પાસે એક જ સોસાયટીમાં રહેતા યુવાન અને યુવતી પ્રેમ લગ્ન કરી લીધા બાદ 25 દિવસથી બંને ભાગતા ફરતા હતા. જોકે યુવતીના પરિવારના સભ્યોને આ લગ્ન મંજુર નહીં હોવાથી તેઓ બંનેને શોધી રહ્યા હતા. દરમિયાનમાં ફતેવાડી વિસ્તારમાં મિત્રના ઘરેથી જમાઇ અને દીકરી મળી આવતા દીકરીના માતા - પિતા સહિતના પરિવારના સભ્યોએ જાહેરમાં જ જમાઇની ધોલાઇ
કરી હતી.

દૂધેશ્વર પાણીની ટાંકી પાસેની અહેમદ હુસેનની ચાલીમાં રહેતી ફકલ(19)ને તેની જ સોસાયટીમાં રહેતા મોહંમદ હનીફ નઝીર મોહંમદ વણઝારા સાથે પ્રેમસબંધ હતો. જેથી બંનેએ 10 મહિના પહેલા કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ બંને પોત પોતાના ઘરે જ રહેતા હતા. દરમિયાનમાં 25 દિવસ પહેલા ફલક અને મોહંમદ હનીફ ભાગી ગયા હતા.

જોકે ફલકના માતા-પિતાને બંનેએ કરેલા લગ્ન મંજુર નહીં હોવાથી તેઓ ફલક અને મોહંમદ હનીફને શોધી રહ્યા હતા. જેથી તે બંને સગા સબંધી તેમજ મિત્રોના ઘરે વારા ફરથી છુપાઇને રહેતા હતા. આ દરમિયાનમાં શુક્રવારે સવારે ફલક અને મોહંમદ હનીફ ફતેવાડી મીમનગરમાં રહેતા મોહંમદ હનીફના મિત્ર સલીમ શેખના ઘરે મળવા ગયા હતા અને આખો દિવસ ત્યાં જ રોકાયા હતા. રાતે 10 વાગ્યે ફલક અને મોહંમદ હનીફ સલીમ શેખના ઘરે હાજર હતા ત્યારે ફલતની માતા સીમાબહેન, પિતા સરફરાજભાઇ, મોટા બાપુ વાહીદભાઇ, માસી શબીનાબહેન સલીમ શેખના ઘરે આવ્યા હતા. તે ચારેય જણાં સલીમ શેખના ઘરની બહાર ઉભા રહીને મોહમંદ હનીફને ગાળો બોલતા હતા. જેથી મોહંમદ હનીફે તેમને સમજાવીને અંદર બેસીને વાત કરતા કહ્યું હતું. પરંતુ તેઓ મોહંમદ હનીફની કોઇ વાત સાંભળવા તૈયાર જ ન હતા અને ચારેયે ભેગા મળી મોહંમદ હનીફ સાથે મારામારી શરૂ કરી હતી.

જોકે આ ઘટનાના પગલે બુમાબુમ થતા આસપાસની સોસાયટીના લોકો તેમજ મોહંમદ હનીફની બહેન દોડી આવતા ચારેય ત્યાંથી ભાગી ગયા હતા. જતા પહેલા વાહીદભાઇએ મોહંમદ હનીફને ધમકી આપી હતી કે, ‘તંુ ઘરની બહાર નીકળીશ તો તને જાનથી મારી નાખીશ,’ તેવી ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા.

આ અંગે ફલકે તેના માતા-પિતા મોટા બાપુ અને માસી વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે
ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

ફતેવાડીમાં યુવતીની પરિવાર સામે ફરિયાદ

25 દિવસ પહેલાં કોર્ટમાં લગ્ન કર્યાં હતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો