તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Sensex Broke 32493 At The Bottom Of The Two Year Low Of 39493 From The Top Of 42274 Points 055529

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

42274 પોઇન્ટની ટોચથી 39 સેશનમાં સેન્સેક્સ તૂટી 32493ના બે વર્ષના તળિયે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બીએસઇ સેન્સેક્સમાં આજે એક જ દિવસમાં ઇન્ટ્રા-ડે 3204 પોઇન્ટ અને આગલાં દિવસની સરખામણીએ 2919.26 પોઇન્ટના કડાકા સાથે રોકાણકારોની મૂડીમાંથી રૂ. 11.43 લાખ કરોડ સાફ થઇ ગયા છે. પરંતુ તા. 20 જાન્યુઆરીના રોજ સેન્સેક્સે 42274 પોઇન્ટની ઐતિહાસિક સપાટી નોંધાવ્યા બાદ શરૂ થયેલા કરેક્શન અને મંદીના ટ્રેન્ડ દરમિયાન 39 ટ્રેડિંગ સેશન પૈકી 25 સેશનમાં સુધારો અને 14 સેશનમાં ઘટાડો નોંધાવ્યો હતો. જેમાં સેન્સેક્સ 5519 પોઇન્ટ તૂટી બે વર્ષના તળિયે અને રોકાણકારોએ રૂ. 34.87 લાખ કરોડ ગુમાવ્યા છે. નિફ્ટી 20 જાન્યુ.ના 12430 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી 23 ટકા તૂટી 9508 પોઇન્ટના 32 માસના તળિયે જઇ બેઠો છે. હેલ્થકેર, ટેલિકોમ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાયના તમામ સેક્ટોરલ્સ ઉપરાંત સ્મોલ-મિડકેપ ઇન્ડેક્સમાં પણ વર્ષું તળિયું આવી ગયું છે. માર્ચ માસની વાત કરીએ તો 5519 પોઇન્ટનો કડાકો સેન્સેક્સે નોંધાવ્યો છે. તેનાથી રોકાણકારોની મૂડીમાં રૂ. 21.70 લાખ કરોડનું ધોવાણ થયું છે.

ટોચની કંપનીઓના શેર્સ પહોંચ્યા વર્ષના તળિયે


એસીસી, એબીબી, આંધ્ર બેન્ક, એપોલો ટાયર, ઓરોબિંદો ફાર્મા, એક્સિસબેન્ક, બજાજ ઓટો, બંધન બેન્ક, બીઓબી, બીઓઆઇ, ભારત ફોર્જ, ભેલ, બોમ્બે ડાઇંગ, કોલ ઇન્ડિયા, કોર્પોરેશન બેન્ક, ગ્રાસીમ, એચસીએલ ટેક, એચડીએફસી, એચડીએફસી બેન્ક, હીરો મોટોકોર્પ, HPCL, હિન્દ ઝીંક, ઇકરા, ઇન્ડિગો, આઇઓબી, આઇઓસી, આઇટીસી, જેએસડબલ્યૂ સ્ટીલ, જેએસડબલ્યૂ એનર્જી, જ્યુબિલન્ટ, લક્ષ્મી મશીન, લાર્સન, લ્યુપિન, મહિન્દ્રા, મેરિકો, એમએમટીસી, એનએમડીસી, નોવાર્ટિસ, એનએચપીસી, એનટીપીસી, ઓઇલ, ઓએનજીસી, પીએનબી, રેમન્ડ, રિલા. કેપિટલ, રિલાયન્સ, આરપાવર, સદભાવ, સ્ટેટ બેન્ક, શોપર્સસ્ટોપ, શોભા, સ્પાઇસ જેટ, સિન્ડિકેટ બેન્ક, તાતા કોફી, તાતા ઇન્વેસ્ટ, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, તાતા પાવર, ટીસીએસ, યુકો બેન્ક, અલ્ટ્રાટેક સિમે., યુનિયન બેન્ક, યુનાઇટેડ બેન્ક, વીપ્રો, વોક્હાર્ટ, ઝુઆરી.

20 જાન્યુ.થી અત્યારસુધીમાં Mcap રૂ. 34.87 લાખ કરોડના ધોવાણ સાથે રૂ.125.70 લાખ કરોડ થયું

5519નો કડાકો સેન્સેક્સે નોંધાવ્યો માર્ચમાં, રોકાણકારોની મૂડીમાં રૂ. 21.70 લાખ કરોડનું ધોવાણ

ઇન્ડિયા VIX 30 ટકા ઉછળી 6 વર્ષની ટોચે, 41ના મથાળે પહોંચ્યો, વોલેટિલિટીનું પ્રમાણ અસાધારણ

નિફ્ટી 20 જાન્યુ.ના 12430ની સર્વોચ્ચ સપાટીથી 23 ટકા તૂટી 9508ના 32 માસના તળિયે

20 જાન્યુ. પછી સેન્સેક્સે 39 પૈકી 25 ટ્રેડિંગ સેશનમાં નોંધાવ્યો ઘટાડો, 14 સેશન્સમાં સુધારો

બોટમ ફીશીંગથી દૂર રહો વોલેટિલિટી જારી રહેશે

ટેકનો-ફન્ડામેન્ટલ એનાલિસિસ એવું સૂચવે છે કે, માર્કેટમાં વોલેટિલિટી આગામી સમયમાં પણ જળવાઇ રહેશે. તે સંજોગોમાં ટ્રેડર્સ અને રોકાણકારોએ બોટમ ફિશિંગથી દૂર રહેવું જોઇએ. બજારમાં આવનારા અચાનક ઊછાળા છેતરામણા સાબિત થઇ શકે છે. જોકે, રોકાણકારોએ લાંબાગાળાના રોકાણ માટે વેલ્યૂ બાઇંગ માટે ક્વોલિટી સ્ટોક્સ પસંદ કરી ધીરે ધીરે ખરીદતાં રહેવાની સલાહ મળી રહી છે. ટેકનિકલી નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર બીગ બેરિશ કેન્ડલ રચી છે અને આરએસઆઇ ઓસ્સિલેટર ઓવરસોલ્ડ ટેરિટરીનો સંકેત આપે છે. છેલ્લા બે સપ્તાહાન્ત દરમિયાન લોઅર ટોપ- લોઅર બોટમ રચાઇ રહી છએ. તે જોતાં નિફ્ટી માટે હવે નજીકની ટેકાની સપાટી 9100 પોઇન્ટ અને 8970 પોઇન્ટ ગણાવી શકાય. જ્યારે ઊપરમાં 10000 પોઇન્ટની સપાટી મેજર રેઝિસ્ટન્સ જણાય છે.

સેન્સેક્સ પેકની 11 સ્ક્રીપ્સ: ઘટ્યા ખરાં પણ વર્ષના તળિયે નથી


કંપની વર્ષનું તળિયું આજનો બંધ

એશિ. પેઇન્ટ 1291.45 1842.85

બજાજ ફાઇ. 2750.25 3734.30

ભારતી એરટેલ 292.15 464.95

એચયુએલ 1649.70 2059.35

ICICI 375.05 425.00

ઇન્ફોસિસ 615.00 631.55

કોટક બેન્ક 1247.75 1466.45

મારુતિ 5447.00 5640.65

નેસ્લે 10126.45 15619.40

ટેક મહિન્દ્રા 607.90 649.80

ટાઇટન 998.70 1078.20

અદાણી ગ્રૂપની પાંચ કંપનીઓ વર્ષના તળિયે

20 જાન્યુઆરીથી અત્યારસુધીમાં રૂપિયો 313 પૈસા તૂટ્યો

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોઇએ તો તા. 20 જાન્યુઆરીના રોજ ડોલર રૂ. 71.11ની સપાટીએ હતો. ત્યાંથી સતત વધતો રહી ગુરુવારે રૂ. 74.24ની 17 માસની ટોચે પહોંચી ગયો છે. જે 313 પૈસાનું જંગી ધોવાણ રૂપિયામાં દર્શાવે છે.

ઇક્વિટી માર્કેટ્સને કોરોનાએ ઘેરો ઘાલ્યો

WHOએ કોરોનાને મહામારી જાહેર કરતાં તેની પણ સેન્ટિમેન્ટ ઉપર નેગેટિવ અસર પડી છે. વર્લ્ડ ઇકોનોમિને ગંભીર ફટકો પડવાની દહેશત છે. છેલ્લા એક માસમાં 20 ટકા તૂટેલા યુએસ શેરબજારો સોમવારે અને બુધવારે મંદીની સર્કિટમાં રહ્યા હતા. છેલ્લા 12 ટ્રેડિંગ સેશનમાં જ એફઆઇઆઇની રૂ. 32200 કરોડની જંગી વેચવાલીએ પણ મંદીને વેગ આપ્યો છે.

શેરબજારની ચંચળતામાં લિક્વિડ ફંડ વધુ સુરક્ષિત

શેરબજારમાં ભારે ચંચળતા રહી છે ત્યારે નિર્ધારિત રિટર્ન મેળવવા માટે રોકાણકારો લિક્વિડ ફંડનો માર્ગ અપનાવી શકે છે. મોટાભાગના રોકાણકારો નાણાં બેન્કના ખાતામાં કે ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકતા હોય છે અને હાલ વ્યાજદર તળિયે પહોંચ્યા છે. આની સામે ટોચની મ્યુચ્યુઅલ ફંડની લિક્વિડ યોજનાઓ તેના કરતાં વધુ રિટર્ન આપી રહ્યા છે.

ગુજરાતની અન્ય કંપનીઓના શેર્સ પણ ઘટ્યા

કંપની 52 વીક લો બંધ તફાવત

અદાણી પાવર 29.75 30.35 -26.25

અદાણી ગેસ 95.80 98.90 -17.38

અદાણી પોર્ટ 284.15 286.70 -10.24

અદાણી એન્ટરપ્રાઈઝ 198 227 -14

અદાણી ટ્રાન્સ. 163.10 164.35 -19.62

જીએમડીસી 35.10 37.75 -13.71

ગુજરાત આલ્કલી 250 251.25 -11.42

શેલ્બી 66.35 67.40 -12.86

સેરા સેનિટરી 2295 2344.65 -1.52

ઝાયડસ કેડિલા 1300 1324.65 -5.54

ટોરેન્ટ પાવર 280.15 290 -5.65

અરવિંદ 31.50 32.30 -6.38

અરવિંદ ફેશન 272.00 289 -6.12

આસાહી સોંગવાન 98.65 106 11.96

અતુલ ઓટો 173 173 -10.41

ઇલેક્ટ્રોથર્મ 95.00 98.85 -9.31

ગુજરાતની અન્ય કંપનીઓની સ્થિતિ એક નજરે

અદાણી ગ્રીન એનર્જી 124.40 124.40 -4.97

અતુલ લિ. 4275 4560 -8.36

AIA એન્જિનિયરિંગ 1632 1732.45 -1.51

એલેમ્બિક ફાર્મા 567 580.50 -6.30

ટોરેન્ટ ફાર્મા 1961.70 1985.15 -7.16

એશિયન પેઈન્ટ્સ 1815.80 1850.30 -1.72

મેઘમણી ઓર્ગેનિક 45.10 45.45 -8.55

વાડીલાલ એન્ટર 1375 1375 -0.72
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો