તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિફ્રેશર કોર્સમાં ફાયર સેફ્ટી અનેCPRનો સમાવેશ કરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાર્મસીનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ફાર્મસિસ્ટ તરીકેનું પ્રોફેશનલ લાયસન્સ લેવા માટે રિફ્રેશર કોર્સ કરવો ફરજિયાત છે. જે માટે એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા બેદિવસીય ફાર્મસી રિફ્રેશર કોર્સનો એલ. જે. કેમ્પસ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં સૌપ્રથમવાર એલ. જે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીના પ્રયાસથી ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા રિફ્રેશર કોર્સમાં ફાયર સેફ્ટી અને CPRનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ ઝોનમાં પ્રથમવાર 250 કરતા વધારે ફાર્મસિસ્ટોએ ભાગ લીધો હતો જેમાં શિક્ષકો, કેમિસ્ટો, કંપનીના કર્મચારીઓ, સ્નાતક, અનુસ્નાતક અને ડી-ફાર્મના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ પ્રોગ્રામમાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રેસિડેન્ટ મોન્ટુકુમાર પટેલ, કર્ણાટક સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડી. એ. ગુન્ડુરાવ અને ફાર્મસી કાઉન્સિલના સભ્યો હાજર રહ્યા હતા.

CPR ટેક્નિક વિશે સમજાવવામાં આવ્યું
CPR (કાર્ડિયો પલ્મનરી રિસક્સિટેશન) દ્વારા અકસ્માત સમયે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને બચાવી શકાય છે. જે વિશે ડૉ. અમિત ગજ્જર, એપ્રિકા ફાર્મા હેલ્થકેર અમદાવાદ દ્વારા સમજાવવામાં આવ્યું હતું. આ સાથે હાર્ટનું કેવી રીતે પમ્પિંગ કરવું તે અંગેની ટેક્નિક પણ સમજાવવામાં આવી હતી. આ ટેક્નિકથી અચાનક હાર્ટ એટેક આવતા અસંખ્ય વ્યક્તિઓનો જીવ બચાવી શકાય. આ તાલીમ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ માટે ખૂબ જ અગત્યની છે. ડૉ. જે. કે. પટેલ, પ્રિન્સિપાલ નૂતન ફાર્મસી વિસનગર એ ‘પેશન્ટ કાઉન્સિલિંગ’નું મહત્વ સમજાવ્યું.

ફાયર સેફ્ટીનું લાઈવ ડેમોસ્ટ્રેશન અપાયું
નવરંગપુરા ફાયર સ્ટેશનમાંથી આવેલા સ્ટેશન ફાયર ઓફિસર્સ નૈતિક ભટ્ટ અને પંકજ રાવલ દ્વારા ફાયર સેફ્ટીનું માર્ગદર્શન આપવામાં આવ્યું આપવામાં આવ્યું હતું. જેથી ફાયર જેવી હોનારતમાં રક્ષણ મેળવી શકાય. તેઓએ આગની ઘટનામાં કેવી રીતે બચી શકાય તે અંગેની માહિતી આપવાની સાથે બહુમાળી ઈમારતોમાં આગની ઘટનાઓને કેવી રીતે અટકાવી શકાય તે અંગેની પણ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો