તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે તમામ ડીઝલ એન્જિન ઈલેક્ટ્રિકમાં કન્વર્ટ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સહિત દેશના ડીઝલ એન્જિનને વર્ષ 2021 સુધી ઇલેક્ટ્રિક એન્જિનમાં કન્વર્ટ કરવાનું લક્ષ્યાંક છે. અમદાવાદ ડિવિઝનમાં પણ વટવા ડીઝલ શેડને ઇલેક્ટ્રિક શેડમાં તબદીલ કરી 350 ડીઝલ એન્જિનને ઇલેક્ટ્રિક એન્જિનમાં તબદીલ કરવાની કામગીરી શરૂ કરાશે.

અમદાવાદ ડિવિઝનના અધિકારીએ જણાવ્યું કે, ઝડપી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળે તેમજ એન્જિન બદલવામાંથી મુક્તિ મળે તે માટે રેલવે દ્વારા ડીઝલ એન્જિનનો ઉપયોગ તબક્કાવાર બંધ કરાશે. આ યોજનાના ભાગરૂપે આ વર્ષની શરૂઆતમાં વારાણસી ડીઝલ એન્જિન કારખાનામાં પહેલા ડીઝલ એન્જિનને ઇલેક્ટ્રિક એન્જિનમાં તબદીલ કરવામાં આવ્યું હતું.

ત્રીજી ટ્રેનમાં હેડ ઓન જનરેશન સિસ્ટમ
ગુજરાત મેલ અને ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ બાદ અમદાવાદની અઝિમાબાદ એક્સપ્રેસમાં હેડ ઓન જનરેશન સિસ્ટમ શરૂ કરાઈ છે. જેમાં એલએચબી કોચમાં વીજ સપ્લાય માટે ટ્રેનના બન્ને છેડે લગાવાતા જનરેટર વાનનો ઉપયોગ કરવાના બદલે ઓવરહેડ વાયરમાંથી પ્રવાહિત 25000 વોલ્ટ કરંટ એન્જિનમાં લગાવેલા કન્વર્ટરમાં પસાર કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...