તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘઉંના રેકોર્ડ વાવેતર-ઉત્પાદનની આશાએ ભાવ નરમ, એરંડા-જીરૂમાં સતત ઘટાડો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશના મોટા ભાગના રાજ્યોમાાં શિયાળુ વાવેતર વિસ્તારમાં ઝડપી વૃદ્ધિ થઇ છે. ખાસકરીને ઘઉંનું રેકોર્ડ બ્રેક 325 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે. પાકને અનુકુળ હવામાન રહ્યું હોવાથી ઉત્પાદન રેકોર્ડબ્રેક થશે તેવો અંદાજ અત્યારથી મુકાઇ રહ્યો છે. મોટા ભાગના નિષ્ણાતોનું કહેવું છે કે ઘઉંનું ઉત્પાદન 1100 લાખ ટનને આંબી જાય તો નવાઇ નહિં. ઘઉંના મોટા પાકના અહેવાલે હાજર તેમજ વાયદામાં ભાવ ઝડપી ઘટી રહ્યાં છે. આજે ઘઉં વાયદો ઘટી 2260 ક્વોટ થતો હતો.

એગ્રી કોમોડિટીમાં આજે મંદી તરફી ટ્રેન્ડ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ઘટી 64 ડોલરની સપાટી નજીક સરકી રહ્યું હોવાની સાથે-સાથે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત મજબૂત બની રહ્યો છે જેના કારણે નિકાસ વેપારો અટક્યા છે. ડોલર સામે રૂપિયો આજે વધુ 8 પૈસાના સુધારા સાથે 70.86 પહોંચ્યો છે. જ્યાં સુધી ડોલર મજબૂત બની 72 ઉપર ન પહોંચે ત્યાં સુધી એગ્રી કોમોડિટીમાં ઝડપી નિકાસ વેપારો થાય તેવા સંકેતો જણાતા નથી. દિવેલ, રૂ, ખાંડ, મસાલા પાકોની નિકાસને અસર થઇ શકે છે. જોકે, એગ્રી કોમોડિટીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઉંચકાઇ તો પણ નિકાસને વેગ મળી શકે છે. એરંડાના પાકના અંદાજો 17 લાખ ટન સુધી મુકાઇ રહ્યાં છે બીજી તરફ દિવેલમાં નિકાસ વેપારો અટક્યા હોવાથી શિપર્સોની ખરીદી ઠંડી રહેતા એરંડા હાજર તેમજ વાયદો આજે સરેરાશ એકટકાથી વધુ ઘટી 4100 નજીક 4120 બોલાતો હતો. જ્યારે ક્રૂડની મંદીના કારણે ગમ તથા ગવાર વાયદો પણ નરમ રહ્યો છે. ગવારગમની નિકાસમાં વધારો થાય તો જ ગવારમાં હવે તેજી આવી શકે. તેલીબિયા પાકોમાં ડિમાન્ડ નહિંવત્ છે જેના કારણે ચાલુ વર્ષે નબળા ઉત્પાદનના અંદાજો છતાં હાજર તેમજ વાયદામાં ભાવ ઢીલા રહ્યાં છે. રાયડાનો વાયદો બે ટકાથી વધુ ઘટી 4374 ક્વોટ થતો હતો. સરકાર દ્વારા આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છતાં ખાદ્યતેલોમાં ઉપરમાં માગ અટકી હોવાથી તેજી અટકી છે. સિંગતેલ ડબ્બો નજીવી રેન્જમાં અથડાઇ 2010 બોલાઇ રહ્યો છે. જ્યારે અન્ય સાઇડ તેલોમાં ભાવ મક્કમ રહ્યાં હતા.

દેશમાંથી ખાંડની નિકાસ 50 લાખ ટનથી વધશે
દેશનું કુલ ખાંડનું ઉત્પાદન ડિસેમ્બર 2019 સુધીમાં ઘટીને 77.9 લાખ ટન થયું છે જે વર્ષ 2018-19ના માર્કેટિંગ વર્ષેના સમાન ગાળામાં 111.70 લાખ ટન હતું. ઉત્પાદનમાં કાપ સામે નિકાસ સતત વધી રહી છે. કેન્દ્ર સરકારે 60 લાખ ટન નિકાસ ટાર્ગેટ આ વર્ષે સિધ્ધ થાય તેવું અનુમાન છે. સિઝનના અત્યાર સુધીમાં સરેરાશ 27 લાખ ટનથી વધુના નિકાસ સોદાઓ સંપન્ન થઇ ચૂક્યાનું અનુમાન છે. દેશના સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ડિસેમ્બર 2019 સુધીમાં ઘટીને 16.5 લાખ ટન રહ્યું છે. ડિસેમ્બર 2019 સુધીમાં 137 સુગર મિલો કાર્યરત હતી, જ્યારે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 189 મીલો હતી. જ્યારે ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન 2,65,000 ટન, બિહાર 2,33,000 ટન, પંજાબ 1,60,000 ટન રહ્યું હતું.

વૈશ્વિક સ્તરે રૂની કિંમતો ઉંચકાતા સ્થાનિકમાં સુધારો
વૈશ્વિક સ્તરે રૂની કિંમતોમાં સુધારો થતા સ્થાનિક બજારમાં પણ ભાવ મજબૂત રહ્યાં છે. દેશમાં રૂનો પાક 350 લાખ ગાંસડીથી ઓછો આવશે તેવા અહેવાલો અને નિકાસને વેગ મળે તો ભાવ હજુ ઝડપી 300-500 પ્રતિ ગાંસડી વધી જાય તેવું અનુમાન છે. દેશમાંથી નિકાસ 45 લાખ ગાંસડી આસપાસ રહેશે તેવું અગ્રણી ટ્રેડરોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો