તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર દિવસ ગરમીથી નજીવી રાહતની શક્યતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી દિવસ દરમિયાન ચાલુ રહેલાં પવનોથી રાજ્યનાં તામપાનમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાં બપોર પછી ઠંડા પવનોનું જોર ઘટતાં અમદાવાદ સહિત રાજ્યનાં 8 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અાગામી ચાર દિવસ ગરમીથી રાહત રહે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયાં છે. અમદાવાદમાં સવારથી પવનો ચાલુ રહેતાં ગરમીનો પારો 41.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું.

કયાં કેટલી ગરમી
અમદાવાદ 41.0

સુરેન્દ્રનગર 41.3

ડીસા 41.0

ગાંધીનગર 41.0

રાજકોટ 40.9

અમરેલી 40.8

કંડલા એ. 40.6

વડોદરા 40.2

અન્ય સમાચારો પણ છે...