• Gujarati News
  • National
  • Ahmedabad News The Paper Industry Will Report A Growth Rate Of 12 In Five Years 055544

પેપર ઉદ્યોગ પાંચ વર્ષમાં 12 ટકાનો વૃદ્ધિદર નોંધાવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય પેપર ઉદ્યોગ આગામી પાંચ વર્ષમાં 12 ટકાના વાર્ષિક વૃદ્ધિદર નોંધાવે તેવી શક્યતા છે. આ વૃદ્ધિદરને કારણે વર્ષ 2024-25 સુધીમાં સમગ્ર પેપર વપરાશ 24 મિલિયન ટનનો થાય તેવી ધારણા છે. હાલમાં આ વપરાશ વાર્ષિક 15 મિલિયન ટનનો છે. વિશ્વનો સૌથી મોટો પેપરશો ‘પેપરેક્સ 2019’ તા. 3 ડિસેમ્બર 2019થી તા. 6 ડિસેમ્બર 2019 નવી દિલ્હીમાં યોજાઈ રહ્યો છે. ‘પેપરેક્સ 2019’નું ઉદઘાટન કેન્દ્રિય માર્ગ, પરિવહન અને હાઈવેઝ વિભાગનાં મંત્રી નીતિન ગડકરીનાં હસ્તે થશે. આ વર્ષે પેપરેક્સ 2019માં ગુજરાતનું વિશેષ પેવિલિયન પણ પ્રથમવાર રાખવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની 68 પેપર મિલ્સ અને કેટલીક મોટી લિસ્ટેડ કંપનીઓ ભાગ લેશે. વિશ્વનાં સૌથી મોટા પેપર શોમાં આ વર્ષે પ્રથમવાર 700 એમએસએમઈ નવી કંપનીઓ / ટ્રેડર્સ પણ ભાગ લેશે.

કુલ કાગળ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 21 ટકા
ગુજરાતમાં હાલમાં 122 કાર્યરત મિલ્સ છે જે વાર્ષિક 62 લાખ ટન કાગળનું ઉત્પાદન કરે છે. ભારતના કુલ પેપર ઉત્પાદનમાં ગુજરાતનાં 21 ટકાનો હિસ્સો છે. ભારતમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં કાગળની નિકાસ વાર્ષિક 6,60,000 ટનથી વધીને 15,00,000 ટનની થઈ છે. પેપર અને સંબંધિત ઉદ્યોગો ભારતમાં અંદાજે 50 મિલિયન જેટલા લોકોને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે રોજગારી પુરી પાડે છે.

અન્ય સમાચારો પણ છે...