તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The Opportunity To Meet Google Boy In The Fetus Symposium Seminar 054540

ગર્ભ સંસ્કાર સેમિનારમાં ગૂગલ બોયને મળવાની તક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

અમદાવાદમાં ભારતના ગૂગલ બોય તરીકે જાણીતા કૌટિલ્ય પંડિતને મળવાની તક નાગરિકોને મળશે. 20 અને 21 એપ્રિલે પંડિત દિનદયાલ ઓડિટોરિયમ હોલમાં એમટીઇઆઇ એક્સ્પો યોજાશે. આ એક્સ્પોમાં મહિલાઓ અને બાળકોની ચીજવસ્તુઓના પ્રદર્શનની સાથે ગર્ભ સંસ્કાર અને આયુર્વેદ વગેરે વિષયો પર માર્ગદર્શન સેમિનાર યોજાશે. આ સેમિનારમાં મહિલાઓએ ગર્ભધારણ સમયે, બાળકના જન્મ બાદ કેવા પ્રકારની કાળજી રાખવી જેવી બાબતો સમજાવાશે. આ સાથે જ બાળકો માટે ખાસ ધુમ ધડાકા ટેલેન્ટ શો અને વિવિધ રાઇડ્સની પણ મજા માણી શકશે.

અન્ય સમાચારો પણ છે...