તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Old Vs Approaching Closure Will Have A Rs 7 Crore Renovation 055019

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંધ થવાના આરે પહોંચેલી જૂની VSનું 7 કરોડમાં રિનોવેશન થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મ્યુનિ. સંચાલિત વી.એસ. હોસ્પિટલનું સોમવારે બજેટ રજૂ થયું હતું જેમાં 50 લાખના ખર્ચે નવંુ ઇકો મશીન અને સોનોગ્રાફી મશીન લવાશે. 200 કરોડના બજેટમાં 7 કરોડના ખર્ચે જૂની વી.એસ. હોસ્પિટલ રિનોવેશન અને નવીનીકરણ કરાશે.

વી.એસ. હોસ્પિટલના 200 કરોડના બજેટમાં 3.33 કરોડની આવક દર્શાવાઈ છે જ્યારે 2 કરોડની રકમ રાજ્ય સરકારનો ફાળો આવશે. તે ઉપરાંત બાકીની 195 કરોડની રકમ અમદાવાદ મ્યુનિ. ભોગવશે. વી.એસ.ના બજેટમાં 6.42 કરોડનો એસ્ટાબ્લિસમેન્ટ ખર્ચ જાહેર કરાયો છે. જ્યારે 16.24 કરોડ નોન એસ્ટાબ્લિસમેન્ટ ખર્ચ દર્શાવાયો છે. જેમાં આ ‌વખતે એસ્ટાબ્લિસમેન્ટ અને નોન એસ્ટાબ્લિસમેન્ટ ખર્ચમાં 22.48 કરોડનો ઘટાડો દર્શાવવામાં આવ્યો છે.

VSમાં દર્દી ઘટ્યા
એસવીપી હોસ્પિટલ આવ્યા બાદ વી.એસ. હોસ્પિટલ બંધ હાલત જેવી થઇ છે. વી.એસમાં મા કાર્ડ હેઠળ 2354 દર્દીઓ સારવાર લેતા હતા ત્યાં ગયા વર્ષ 410 લોકોને લાભ મળ્યો છે. પ્રસૂતિની સંખ્યા પણ 9954થી ઘટીને 4063 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો