તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Old Man Lured Home To Rs Arrest Of Couple Who Seized 24 Lakhs 055537

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃદ્ધને ઘરની લાલચ આપી રૂ. 24 લાખ પડાવનાર દંપતીની ધરપકડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સેટેલાઈટમાં સિનિયર સિટીઝનને કેનેડિયન સિકયુરીટી ઈન્ટેલિજન્સ સર્વિસના નામે સસ્તી કિંમતમાં મકાન અપાવવાનું કહી રૂ. 24.74 લાખની છેતરપિંડી આચરનાર દંપતીની સાઈબર ક્રાઈમની ટીમે ભાવનગરમાંથી ધરપકડ કરી હતી.

સેટેલાઈટમાં રહેતા ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ ઠકકરને કેનેડિયન સિકયુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસના નામે ગત 8 સપ્ટેમ્બર,2018ના ફોન આવ્યો હતો. ફોન કરનારે સીએસઆઈએસમાં કંપનીના સ્ટાફના માતાપિતાને સસ્તી કિંમતમાં મકાન આપી રહી હોવાની સ્કીમ વિશે વાત કરી હતી.

આ મકાન લેવા માટે ભૂપેન્દ્રભાઈ સંમત થયા હતા. દરમિયાન ફોન કરનારે તેમને અમુક રકમ ભરી બાકીની રકમ નિયત તારીખે ભરવાનું કહી વન બેડરૂમ હોલ કિચનનું મકાન આપવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. વૃદ્ધને વિશ્વાસમાં લેવા માટે તેમના ઈમેઈલ આઈડી પર કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસના હેડ યીયાંગ હુઆનાઝના નામે ખોટો ઈમેલ કર્યો હતો. ત્યારબાદ તેમની પાસે અલગ અલગ બહાના હેઠળ ટુકડે ટુકડે કુલ રૂ.24 લાખ ભરાવ્યા હતા. થોડા સમય બાદ મકાન મળ્યંુ નહતું આથી તેઓ છેતરાયાનું જણાતા આ અંગેની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાંથી સાઇબર ક્રાઈમને સોંપાઈ હતી.

આ અંગે પીઆઈ એસ.આર.મુછાળએ મોબાઈલ નંબરો અને ઈમેઈલ વગેરેની ટેકનિકલ તપાસ કરતા આ મામલામાં એક પુરુષ અને મહિલા સંડોવાયેલી હોવાનુ માલુમ પડ્યુ હતુ. આ અંગે પોલીસની ટીમે લોકેશન આધારે કિંચિત વિજયકુમાર જૈન અને પ્રિયંકાબેન કિંચિત જૈનની ભાવનગરથી ધરપકડ કરી હતી.

સાઇબર ક્રાઈમે લોકેશનના આધારે ભાવનગરથી ઝડપી લીધા

_photocaption_કિંચિત જૈન*photocaption*

_photocaption_પ્રિયંકા જૈન*photocaption*

આરોપી પતિ ડીબીએ થયેલો છે

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આરોપી કિંચિતની પુછપરછ દરમિયાન જાણવા મળ્યુ હતું કે, તે મુળ અમદાવાદ,રાયપુરનો વતની છે અને ડીપ્લોમાં ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. હાલમાં તે બંને ભાવનગરમાં ભાડાના મકાનમાં રહે છે અને કુરીયર કંપનીમાં નોકરી કરે છે. કિંચિત જૈનના માતાપિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તથા તેના દાદાદાદી સોનગઢ ભાવનગર ખાતે રહે છે.

આરોપીની માતા સાથે સંબંધ હતો

પ્રિયંકા જૈનની માતા કપિલાબેન ફરિયાદી ભૂપેન્દ્રભાઈ સાથે લીવ ઈન રિલેશનમાં રહેતા હતા,તેમની સાથે અવારનવાર મુલાકાત થતા બંનેએ તેમને મકાનની લાલચ આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો