તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The Number Of Online Running Courses In Nid Will Be Increased Pravin Nahar 054524

NIDમાં ઓનલાઇન ચાલતા કોર્સની સંખ્યામાં વધારો કરાશે: પ્રવીણ નહાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

એનઆઇડીના નવા ડાયરેક્ટર પ્રવીણ નાહરે મંગળવારે ડાયરેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળવાની સાથે જ તેમણે એનઆઇડીના ત્રણેય કેમ્પસમાં ફેકલ્ટી અને ડિઝાઇન રિસર્ચ પર વિશેષ ભાર આપવાની તૈયારી દર્શાવી છે. અત્યારે એનઆઇડીના અમદાવાદ, ગાંધીનગર અને બેંગલોરના કેમ્પસમાં 60 ફુલટાઇમ અને 300 વિઝિટિંગ ફેકલ્ટી જોડાયેલા છે. આ ઉપરાંત એનઆઇડીમાં ઇકોનોમિકલ વિકર સેક્શનના 10 ટકાના અમલવારી અંગેનો નિર્ણય કમિટી લેશે.

ડાયરેક્ટરે જણાવ્યું કે, દેશની સાથે વિદેશોમાં પણ એનઆઇડીના વિવિધ ટ્રેનિંગ કોર્સનો લાભ લોકો સુધી પહોંચે તે માટે સંસ્થાના ઓનલાઇન ચાલતા કોર્સની સંખ્યામાં પણ વધારો કરાશે.

એનઆઇડીના ડાયરેક્ટર બન્યા બાદ મારો મુખ્ય ધ્યેય સામાન્ય લોકોને ઉપયોગી થાય તે માટે નવા રિસર્ચ પ્લાન કરવા, તેની માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો કરવામાં આવશે.

પ્રવીણ નહાર

અન્ય સમાચારો પણ છે...