• Gujarati News
  • National
  • Ahmedabad News The Nifty Jumped A Strong Resistance Surface Of 12150 12170 Points 055557

નિફ્ટીએ 12150-12170 પોઇન્ટની મજબૂત પ્રતિકારક સપાટી કૂદાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સળંગ બીજા દિવસે પણ સુધારાની ચાલ જાળવી રાખવા સાથે સેન્સેક્સ 349.76 પોઇન્ટ વધી 41565.90 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 93.30 પોઇન્ટ વધી 12201.20 પોઇન્ટે રહ્યો હતો. એફએમસીજી, બેન્કિંગ, આઇટી, ટેકનોલોજી, ઓટો મેટલ અને સ્મોલ-મિડકેપ સેગમેન્ટમાં સ્ટોક સ્પેસિફિક સુધારાની ચાલ રહી હતી. જ્યારે પાવર અને રિયાલ્ટી સેક્ટરમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર રહ્યું હતું. જોકે નોંધપાત્રત્ર બાબત એ જોવા મળી હતી કે, બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2694 પૈકી 977 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1535 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો.

જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. પરંતુ સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક સુધારાના કારણે સેન્સેક્સ નિફટીમાં આગેકૂચ રહી હતી.

સેન્સેક્સ પેકની સ્થિતિ: સેન્સેક્સ પેકની 30 પૈકી 22 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી એચયુએલ 5 ટકાના ઉછાળા સાથે 22660.45ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. કોટક બેન્ક 2.24 ટકા, નેસ્લે 1.84 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.755 ટકા અને મહિન્દ્રા 1.25 ટકા સુધરીને રહ્યા હતા. સામે સ્ટેટ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, સન ફાર્મામાં એક ટકા ઉપરાંત ઘટાડાની ચાલ રહી હતી.

આઇડીબીઆઇ બેન્ક 6 ટકા તૂટ્યો: આઇડીબીઆઇ બેન્ક નબળી કામગીરીના અહેવાલો પાછળ આજે 6.08 ટકા તૂટી રૂ. 34.75ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇન્ટ્રા-ડે 7 ટકા સુધી ઘટ્યો હતો.

નિફ્ટી 12150-12170 તોડે તો પણ થોડી ધીરજ રાખો: ટેકનિકલ નિષ્ણાતો

સતત બીજા દિવસે સુધારાની ચાલ આગળ વધવા સાથે નિફ્ટીએ 12150-12170 પોઇન્ટની મજબૂત પ્રતિકારક સપાટી પણ કૂદાવી લીધી છે. આજે તેજીવાળાઓ આત્મવિશ્વાસથી છલકતાં હતા અને ઓવરઓલ પ્રાઇસ એક્શન જોતાં હેવી વેઇટ્સમાં તેજીની પોઝિશન્સ સતત વધી રહી છે. સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અને સેક્ટોરલ્સમાં પણ સુધારાની ચાલ રહી હતી. નિફ્ટીમાં પ્રોફીટ બુકિંગ છતાં ટેકનિકલ રેઝિસટન્સ ક્રોસ થયું છે. જે દર્શાવે છે કે માર્કેટમાં સુધારાનો આશાવાદ પ્રબળ હોવાનું એન્જલ બ્રોકીંગના સમિત ચવાણ જણાવે છે. આગળની ચાલમાં નિફ્ટી 12270-12300 પોઇન્ટ સુધરવાનો આશાવાદ ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. નીચામાં જો નિફ્ટી ફરી 12150-12170 પોઇન્ટની સપાટી ફરી તોડે તો પોઝિશન ચેન્જ કરવા માટે રાહ જોવી.

PC જ્વેલર્સ 177% ઊછળ્યો

કંપની બંધ +/-%

પીસી જ્વેલર્સ 20.90 17.09

ટેસ્ટી બાઇટ 10397.50 20.00

માન ઓર્ગે 179.25 -20.00

સુઝલોન 2.45 --9.93

આઇટી શેર્સ ઉછળ્યા

કંપની બંધ સુધારો

ટ્રીજેન 48.75 8.82%

સિગ્નિટી 2966.10 4.59%

ટીવીએસ ઇલે. 107.70 2.91%

ન્યૂક્લિયસ 304.05 2.55%
અન્ય સમાચારો પણ છે...