તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Neighbor Hit The Sticks In The Head With 39why Did My Kite Get Cut39 055058

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘મારો પતંગ કેમ કાપી નાખ્યો’ કહી પાડોશીએ માથામાં લાકડીઓ મારી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાડિયામાં ધાબે પતંગ ચગાવતા બે વ્યક્તિઓમાંથી એકનો પતંગ કપાઈ જતાં તેણે પતંગ કાપનાર યુવકને ગાળો બોલી તેમના માતાપિતા પર લાકડીથી હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ખાડિયા પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાયો છે.

ખાડિયામાં અમૃતભવન ઉપલી શેરી ઢાળની પોળમાં રહેતા ગૌરાંગભાઈ ભાવસારે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના પુત્ર વ્રજેશ અને ધૈર્ય રવિવારે સાંજના સમયે અમૃતભવનના ધાબે પતંગ ચગાવતા હતા. દરમિયાન અમૃતભવનમાં જ રહેતા પ્રકાશભાઈ માલીએ તેમનો પતંગ કપાઈ જતા બંને ભાઈઓને ગાળો બોલી હતી.

આ અંગેની જાણ તેમના પિતાને કરતા તેઓ બંને દીકરાને લઈને પોતાના ઘરે આવી ગયા હતા. દરમિયાન પ્રકાશભાઈ તેમના બે પુત્રો અને બનેવી ચારે જણાએ ત્યાં આવી ‘તમારે ધાબા પર આવવું નહીં નહીંતર તમને બધાને જાનથી મારી નાખીશું’ તેમ કહી ઝઘડો કર્યો હતો અને ગૌરાંગભાઈને માથામાં લાકડી મારી દીધી હતી.

આ સમયે તેમની પત્ની વચ્ચે પડતાં તેમને પણ માર માર્યો હતો. દરમિયાન આસપાસના લોકો આવી ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.

આ અંગે ખાડિયા પોલીસે પ્રકાશભાઈ ગોવિંદભાઈ માલી, પિન્ટુ પ્રકાશભાઈ માલી, લાલુ પ્રકાશભાઈ માલી અને સંદેશભાઈ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો