સસ્તામાં મકાન અપાવવાનું કહી પૈસા પડાવતી ટોળકી હજુ ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેનપુર જીએસટી રોડ પ્રભુપાર્ક સોસાયટીમાં રહેતા નરેશ રાઠોડ સહિત 24 જણાને કોર્પોરેશનના મકાનો સસ્તામાં અપાવવાના બહાને 4 મહિલા અને એક પુરુષની ગઠિયા ટોળકીએ 13.62 પડાવી લીધા હતા. જેમાં એક સોસાયટીના ચોકીદાર અમરત દેસાઇને કોર્પોરેશનના અધિકારી તરીકે દર્શાવ્યા હતા. આ અંગે નરેશભાઇની ફરિયાદના આધારે સાબરમતી પોલીસે આરોપી અમરત દેસાઇ (સાબરમતી), સેજલ ઉર્ફે પિન્કીબહેન શર્મા (સાબરમતી), નિતાબહેન દેસાઇ (સાબરમતી), આશાબહેન પ્રજાપતિ (ચાંદખેડા) અને હંસાબહેન મકવાણા (સાબરમતી) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે હજુ સુધી આ કેસમાં પોલીસે એક પણ આરોપીની ધરપકડ કરી નથી.

અન્ય સમાચારો પણ છે...