હિજરત કરનારાને રાતોરાત ઘરે પાછા ધકેલાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના ચેકપોઇન્ટ પર જ અટકાવીને વતન તરફ જતાં 3500થી વધારે નાગરિકોને મ્યુનિ. અને પોલીસ ટીમ દ્વારા શુક્રવારે રાત્રે રાજપથ ક્લબ પાછળના આવાસોમાં લઇ અવાયા હતા. જોકે મોડી રાત્રે કમિશનર વિજય નહેરા, ડે. મ્યુનિ. કમિશનર મુકેશ ગઢવી સહિતના અધિકારીઓએ આવાસો ખાતે જઇ આ નાગરિકોને સમજાવ્યા હતા. તેમને પુછ્યું હતુંકે, તમારે શહેરની બહાર નથી જવાનું, ત્યારે આ નાગરિકોએ તંત્રને પોતાના અમદાવાદ ખાતેના ઘરે જ મૂકી જવા વિનંતી કરી હતી.

આખરે આ તમામ લોકોને બસમાં બેસાડી રાત્રે જ અમદાવાદના જુદા-જુદા વિસ્તારમાં આવેલા તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. આ નાગરિકો મોટાભાગે રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશના વતની હોવાનું જોવા મળ્યું હતું. તેઓ પોતાના વતન ભણી જવા માંગતા હોવાનું જણાવ્યું હતું. જોકે મ્યુનિ. દ્વારા એવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતુંકે, તેઓ અમદાવાદ બહાર નિકળી શકશે નહી. તમામ રસ્તાઓ બ્લોક કર્યા હોવાથી આ શક્ય નથી.

અન્ય સમાચારો પણ છે...