તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The Jury Examined The Announcement Of The Junior Editor 4 Newspaper Winners In A Nutshell 020004

જ્યુરી એ તપાસ્યા જુનિયર એડિટર - 4ના અખબાર વિજેતાઓની ઘોષણા ટૂંકમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત ન્યૂઝપેપર મેકિંગ એકટિવીટી - જુનિયર એડિટર - 4 અંતર્ગત આખા રાજ્યમાંથી આવેલા અખબાર તપાસવાનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. 6 સભ્યોની જ્યુરીએ અમદાવાદ સ્થિત દિવ્ય ભાસ્કર ઓફિસમાં બાળકો દ્વારા તૈયાર કરેલી કોપીઓ તપાસી. આ ઇવેલ્યૂએશન પછી હવે સ્ટેટ લેવલના વિજેતાઓના નામોની ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે. દિવ્ય ભાસ્કર દ્વારા સ્કૂલના સ્ટુડન્ટ્સને નેશનલ લેવલ પર પોતાની પ્રતિભા બતાવવાનો મોકો આપવા માટે જુનિયર એડિટર - 4 નું આયોજન કરાયું હતું.

ધોરણ અનુસાર અલગ અલગ કેટેગરીમાં સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. જેમકે ધોરણ 1 થી 3 ના વિદ્યાર્થીઓ માટે A કેટેગરી, ધોરણ 4 થી 6 માટે B કેટેગરી, ધોરણ 7 થી 9 માટે C કેટેગરી અને ધોરણ 10 થી 12 માટે D કેટેગરી. અમદાવાદમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને અખબાર તૈયાર કર્યું હતું. આ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતના બાળકો એ પણ આ એકટિવીટીમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...