જીટીયુ કેમ્પસમાં આજથી 2 દિવસ જોબ ફેર યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) કેમ્પસમાં આજથી બે દિવસના જોબ ફેરનો પ્રારંભ થઈ રહ્યો છે. 13 અને 14મી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ જોબ ફેરમાં સરકારી, ગ્રાન્ટઇન એઇડ એન્જિનિયરિંગ કોલેજોમાં અભ્યાસ કરતા ફાઇનલ યરના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. અગાઉ જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ન કરાવ્યંુ હોય તેવા વિદ્યાર્થીઓ પણ સ્થળ પર આવીને રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ જોબ ફેર માટે 150થી વધુ કંપનીઓ ટેક્નિકલ અને નોન ટેક્નિકલ પોસ્ટની ભરતી માટેના ઇન્ટરવ્યૂ લેશે. 13મીએ 1847 ટેક્નિકલ, 14મીએ 3365 નોન ટેક્નિકલ પોસ્ટ્સ માટે ઇન્ટરવ્યૂ લેવાશે. આશરે 3 હજાર વિદ્યાર્થીએ આ જોબ ફેર માટે નોંધણી કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...