જેઈઈ મેઈન્સની પરીક્ષાનો 7 એપ્રિલથી પ્રારંભ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

જેઈઈ મેઈનની પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે. એનટીએ (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) આ પરીક્ષાનું સંચાલન કરશે. પરીક્ષા 20 એપ્રિલ સુધી ચાલશે.

પરીક્ષા સવારે 9.30થી 12.30 તેમજ બપોરે 2.30થી 5.30 દરમિયાન બે ભાગમાં લેવાશે. ગુજરાતમાંથી આશરે 50,000થી વધુ વિદ્યાર્થીઓ જેઈઈ મેઈન પરીક્ષા આપે તેવી સંભાવના છે. અગાઉ 8થી 12 જાન્યુઆરી દરમિયાન પ્રથમ તબક્કાની જેઈઈ મેઈન યોજાઈ હતી. સીબીએસઈ બોર્ડ જેઈઈ મેઈનનું સંચાલન કરતી હતી,પરંતુ હાલમાં આ જવાબદારી એનટીએને સોંપવામાં આ‌વી છે.

બેમાંથી જે પરિણામ સારું હશે તે ગણાશે
જાન્યુઆરીમાં યોજાયેલી જેઈઈ મેઈન તેમજ એપ્રિલમાં પરીક્ષામાંથી જે પરીક્ષાનું પરિણામ સારું હશે તેના આધારે વિદ્યાર્થીઓને ઈજનેરી કોલેજમાં પ્રવેશ મળશે.

અન્ય સમાચારો પણ છે...