તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ITએ મોટી સંખ્યામાં નોટિસ ફટકારતાં ચેમ્બરની રજૂઆત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે સીબીડીટીના ચેરમેનને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આઇટી વિભાગે 31 ડિસેમ્બર 2019 સુધીમાં જૂના રિ-ઓપન થયેલા કેસો ઉપરાંત આકારણી વર્ષ 2017-18ના કેસોનું એસેસમેન્ટ પૂર્ણ કરી દીધું છે. કરદાતાએ ડિપાર્ટમેન્ટે માગેલા હજારો કાગળો સ્કેન કરીને અપલોડ કર્યા છે. અપલોડ કરેલી વિગતો 2 દિવસ બાદ જોવા મળતી હતી તેથી એસેસમેન્ટ ઓફિસરોને નક્કી સમયમાં દસ્તાવેજોની સ્ક્રૂટિની કરવી મુશ્કેલ હતી.

જીસીસીઆઇના ડાયેરકટ ટેકસ કમિટીના ચેરમેન જૈનિક વકીલે શનિવારે સીબીડીટીના ચેરમેનને કેટલાક મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી. મોટા ભાગના કેસોમાં એસેસિંગ ઓફિસરે વિગતો માંગી હોય ત્યારે કરદાતાએ સમયસર ઇ-મેઇલ ચેક ના કરે તેવી સ્થિતિમાં એસેસિંગ ઓફિસરે માંગેલી વિગતો આપવામાં વિલંબ થયો હોય. આવા સમયે વિગતો આપવાનો સમય સાત દિવસથી ઘટાડીને 2 દિવસનો કરાયો છે. આ બધા કારણો અધિકારીઓને રજૂઆત કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઇ-એસેસમેન્ટના કારણે તેનો ઇનકાર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો