તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Garments Of 3500 Saints Of The Vadtal Sect Are Painted With Red Clay Of Rajpar Village 055034

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડતાલ સંપ્રદાયના 3500 સંતોનાં વસ્ત્રો રાજપરા ગામની લાલ માટીથી રંગાય છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના અંદાજે 3500 જેટલા સંતોના વસ્ત્રો વર્ષોથી ચાલતી પરંપરા મુજબ સુરેન્દ્રનગરના રાજપરા ગામની લાલ માટીમાંથી રંગાય છે. એવું કહેવાય છે કે, રામપરા ગામ જેવી લાલ માટી ક્યાંય જોવા ન મળતી હોવાથી 150 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે આ ગામની માટીને વરદાન આપ્યું હતું જેનું આજ સુધી વડતાલ સંપ્રદાય પાલન કરે છે. વડતાલ સંપ્રદાયના અગ્રણી સંતના જણાવ્યા પ્રમાણે વડતાલ સંપ્રદાયના દરેક મંદિર દ્વારા દર વર્ષે રામપરાથી મગાવેલી માટીથી સંતોના વસ્ત્રો વર્ષમાં બેથી ત્રણ વખત ભગવા રંગે રંગાય છે. દરેક મંદિરમાં વર્ષે 50 કિલો રાજપરાની લાલ માટી
આવે છે.

વિવિધ ગામોમાં આવેલાં મંદિર વર્ષે 50 કિલો માટી મગાવે છે

_photocaption_રામપરા ગામથી મગાવાયેલી લાલ માટીથી સંતોના વસ્ત્રો રંગવામાં આવે છે.*photocaption*

આવી રીતે વસ્ત્રોને રંગવામાં આવે છે

રામપરા ગામની લાલ માટીને પ્રથમ 2 કલાક સુધી પાણીમાં પલાળવામાં આવે છે. ત્રણથી ચાર કલાક પલાળ્યા પછી તેને ઝીણા કપડાથી ગાળવામાં આવે છે. ત્યારબાદ તેમા સફેદ કપડાને બેથી ત્રણ કલાક પાણીમાં રખાય છે એટલે સફેદ કપડા ભગવા રંગથી રંગાઈ જાય છે. આ સમગ્ર પ્રક્રિયા માટે 12 કલાક જેટલો સમય લાગે છે.

આવી માટી ક્યાંય ન હોવાનું મનાય છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો