તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી મેટ્રિમોનિયલ સાઇટે યુવક પાસેથી રૂ.1.5 લાખ ખંખેરી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સુરેન્દ્રનગરના લગ્નઇચ્છુક યુવકને મધ્યપ્રદેશના ભોપાલની ‘લગ્ન રિશ્તે’ નામની સંસ્થાએ લગ્ન કરાવી દેવાની લાલચ આપી એક યુવતી સાથે લગ્ન કરાવ્યા અને ત્યાર બાદ પૈસા અને દાગીના પડાવી લઈ યુવતીને તેની સાથે ન મોકલતા યુવકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

સાઇટ પર પસંદ કરેલી યુવતી સાથે લગ્ન કરાવી આપી તેને ન મોકલી
અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સુરેન્દ્રનગરમાં રહેતા કાંતિ ચાવડા લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં હતા. દરમિયાન અમદાવાદમાં અમરાઈવાડીમાં રહેતા કાકાને ત્યાં અવારનવાર આવતા જતા તેમની ઓળખાણ સ્થાનિક રહેવાસી મણિલાલ મકવાણા (એકતા એપાર્ટમેન્ટ, ભાઈપુરા) સાથે થઈ હતી. મણિલાલે તેમને ભોપાલની સંસ્થા ‘લગ્ન રિશ્તે’ સારી યુવતીઓની સાથે લગ્ન કરાવી આપતી હોવાની વાત કરી હતી. આથી કાંતિભાઈ આ સંસ્થાનો સંપર્ક કરવા માટે તૈયાર થયા હતા.

દરમિયાન ભોપાલમાં ચીકલોદ રોડ પર આવેલી ‘લગ્ન રિશ્તે મેમોરિયલ સર્વિસીસ’ નામની સંસ્થાનો સંપર્ક કરાયો હતો. આ સંસ્થામાં તેમને પૂનમ અને નેહલ નામની બે યુવતી મળી હતી, જેમણે કાંતિભાઈની મુલાકાત પૂજા ઉમાશંકર પટેલ (રાયસેન, મધ્યપ્રદેશ) યુવતી સાથે કરાવી હતી. મુલાકાત બાદ કાંતિભાઈએ પૂજા સાથે લગ્નની ઇચ્છા વ્યક્ત કરી હતી. આથી પૂજાના ભાઈની હાજરીમાં કાંતિભાઈના તેની સાથે લગ્ન કરાવ્યા હતા. આ લગ્ન પેટે કાંતિભાઈ પાસેથી કુલ રૂ. 1.5 લાખ અને પહેરામણીની સોનાની ચેન (રૂ. 15) હજાર લેવાઈ હતી. ત્યાર બાદ પૂજાને અમદાવાદ મોકલવામાં આવી નહોતી.

લગ્નના બે મહિના પછી પણ પત્નીને ન મોકલી
કાંતિભાઈ ચાવડાના લગ્ન પૂજા પટેલ સાથે ગત 8 ફેબ્રુઆરીએ થયા હતા, જે તે સમયે તેમને એમ કહેવાયું હતુ કે, પૂજાને તેનો ભાઈ સામાજિક વિધિ પતાવી પાછી મૂકી જશે. જો કે બે મહિના જેટલો સમય વીતી જવા છતાં પૂજા પાછી આવી ન હતી અને તેમનો સંપર્ક કરતા કોઈએ જવાબ નહીં આપતા અંતે છેતરાયાનું ભાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...