તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી શરૂ થશે સ્ત્રી સર્જકોનાં પુસ્તકોનું પ્રદર્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ગુજરાતી સાહિત્ય પરિષદના ગ્રંથાલયના ઉપક્રમે આજથી 22 જૂન સુધી ‘સ્ત્રી સર્જકોનાં પુસ્તકો’નું પ્રદર્શન યોજાશે. 17 જૂનથી 6 દિવસ સુધી દરરોજ 11થી સાંજે 6 સુધી આ પ્રદર્શન જોઈ શકાશે. વિદ્યાબહેન નીલકંઠના જન્મદિવસ નિમિત્તે સ્ત્રી સર્જકોના સર્જનથી શહેરીજનો પરિચિત થાય તે હેતુથી આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. પરિષદના ગ્રંથાલયમાં દર મહિનાની 17મી તારીખે આ રીતે કોઈકને કોઈક વિષય પર પુસ્તકોનું પ્રદર્શન યોજાય છે. સાહિત્ય પરિષદના ઉપક્રમે શહેરમાં ગુજરાતી ભાષાને લઈને યંગસ્ટર્સ ભાષાભિમુખ થાય એટલું જ નહીં પણ તેની સાથે સર્જકોના સર્જનથી વાકેફ થાય તે પણ એટલું જ મહત્વનું છે. આ હેતુને સાર્થક કરવા માટે પ્રદર્શનનું આયોજન થાય છે. ભાષાભિમુખ થયા પછી શહેરીજનો પોતે પણ માતૃભાષામાં કંઈકને કંઈક સર્જન કરવા માટે પ્રેરાય છે. આ પ્રદર્શનમાં વિવિધ પુસ્તકો મૂકાશે.

અન્ય સમાચારો પણ છે...