તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીતા મંદિર પાસે કચરાના ડબામાંથી ભ્રૂણ મળી આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીતામંદિર મજૂરગામ પાસે ત્રણ રસ્તા પાસેથી કચરાપેટીનાં ડબ્બા પાસેથી મંગળવારે સવારે એક મૃત હાલતમાં ભ્રૂણ મળી આવ્યું હતું.

ગીતામંદિર જયભીમ પાંચ બંગલા પાસે રહેતા 58 વર્ષીય હિતેન્દ્ર ઉર્ફે જય ભીમ જીવણલાલ ડોરીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એક અજાણી વ્યક્તિ સામે મૃત હાલતમાં ભ્રૂણ ફેંકી ગયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગીતામંદિર મજૂરગામ ત્રણ રસ્તા પાસે એક કચરાનાં ડબ્બાની પાસે એક ભ્રૂણ મૃત હાલતમાં પડ્યું હતું. આ જોતાં સ્થાનિકોએ આ અંગે મંગળવારે સવારે 8.30 વાગે સામાજિક કાર્યકર હિતેન્દ્રભાઇને જાણ કરી હતી. જેથી હિતેન્દ્રભાઇએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે નવજાતનો જન્મ છૂપાવવાના ઇરાદે ફેંકી ગયાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો